Career Tips: કોમર્સ લીધા પછી સીએ અને સીએસ સિવાય પણ કારકિર્દીના ઘણા વિકલ્પ, જાણો બીજી કઇ છે તકો

વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સમાં અભ્યાસ કર્યા પછી, તમારી પાસે કારકિર્દીના ઘણા સારા વિકલ્પો છે. ધોરણ 12 કોમર્સ પછી કાયદાનો અભ્યાસ કરી શકાય છે.

Career Tips: કોમર્સ લીધા પછી સીએ અને સીએસ સિવાય પણ કારકિર્દીના ઘણા વિકલ્પ, જાણો બીજી કઇ છે તકો
Students (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 9:33 AM

ધોરણ 11-12 કોમર્સ(Commerce) કર્યા પછી મોટા ભાગના લોકો પાસે વધુમાં વધુ સીએ(CA)અને સીએસ(CS)બનતા હોય છે. કોમર્સના અભ્યાસ પછી કરિયરCareer)ના ખૂબ જ ઓછા વિકલ્પ રહેતા હોવાનું વિદ્યાર્થીઓ(Students) માનતા હોય છે પરંતુ તમે જાણતા નથી કે B.Com, CA અથવા CS જેવા વિકલ્પો(Options) સુધી તમારી જાતને મર્યાદિત કરવાની જરૂર નથી.

ધોરણ 10 પછી કારકિર્દીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે સ્ટ્રીમ પસંદ કરતા હોય છે. કેટલાક આર્ટસ કેટલાક સાયન્સ તો કેટલાક આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કરતા હોય છે. ધોરણ 12 સુધી અભ્યાસ તે પોતાની કારકિર્દી પસંદ કરતા હોય છે.જો કે ઘણા ઓછા લોકો જાણે છે કે વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સમાંથી અભ્યાસ કર્યા પછી, તમારી પાસે કારકિર્દીના ઘણા સારા વિકલ્પો છે.

12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે B.Com, CA અથવા CS જેવા જ વિકલ્પો હોવાનું માનતા હોય છે પરંતુ વિદ્યાર્થીઓએ હવે આટલા જ અભ્યાસ સુધી મર્યાદિત રહેવાની જરૂર નથી, જો તમે ઇચ્છો તો તમે આ પ્રવાહને સારી રીતે અન્વેષણ કરી શકો છો. જો કે, જેઓ પહેલાથી જ નક્કી કરી ચૂક્યા છે કે તેઓ આગળ શું કરવા માગે છે તેમના માટે રસ્તો સ્પષ્ટ છે. પરંતુ ઘણા લોકો કોમર્સ લીધા પછી સમજી શકતા નથી કે આમાં આગળ કારકિર્દીના વિકલ્પો શું છે. ઘણીવાર કોમર્સ લોકો વિચારે છે કે CA અથવા CS કરી શકે છે. પરંતુ કોમર્સ સાથે 12મું કર્યા પછી, આવી ઘણી તકો છે જે તમે કરી શકો છો.

કાયદાના અભ્યાસક્રમોનો વિકલ્પ ધોરણ 12 કોમર્સ પછી કાયદાનો અભ્યાસ કરી શકાય છે. કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ ફાયનાન્સ લૉનો અભ્યાસ કરી શકે છે. આ દિવસોમાં માર્કેટમાં ફાઇનાન્સ લૉના પ્રોફેશનલની માગ વધી રહી છે. આ કોર્સ કર્યા પછી, તમે બેંકિંગ લૉ, કન્ઝ્યુમર પ્રોટેક્શન લૉ, ઈન્ડસ્ટ્રીયલ લૉ, કંપની લૉ વગેરેનો અભ્યાસ કરીને તમારી આવક વધારી શકો છો. કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ કોર્સ વધુ સારો છે. આ કોર્સમાં પર્સનલ ફાઇનાન્સ, વેલ્થ મેનેજમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે વિશે માહિતી આપવામાં આવે છે. આ કોર્સ કરીને તમે આમાંથી કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ સારો વિકલ્પ

કોમર્સના વિદ્યાર્થીઓ માટે CWA નો કોર્સ એટલે કે કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ CA (CA કોર્સ) જેવો છે. આ કોર્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવે છે. આમાં પહેલા ફાઉન્ડેશન કોર્સ, પછી ઈન્ટરમીડિયેટ અને પછી ફાઈનલ પરીક્ષા હોય છે. આ કોર્સ કર્યા પછી, નોકરીની ઘણી તકો ખુલે છે. B.Com પછી તમે PG ડિપ્લોમા ઇન ફાઇનાન્સ એન્ડ કંટ્રોલ, PG ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, PG ડિપ્લોમા ઇન પબ્લિક એકાઉન્ટિંગ, ડિપ્લોમા ઇન બેન્કિંગ અને ફાઇનાન્સ ઇન બેન્કિંગ અથવા ફાઇનાન્સ પણ કરી શકો છો.

ધોરણ 12 કોમર્સના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓએ મુંઝવણ અનુભવવાની જરુર નથી,કારણ કે તેમના માટે કારકિર્દીના માત્ર એક બે વિકલ્પ નથી. હવે તે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી મેળવી શકે છે.

આ પણ વાંચો : Happy birthday Shilpa Shirodkar : 90 દાયકાની બ્યુટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ક્રિક્રેટર સચિન તેંડુલકર સાથેના સંબંધને લઈને આવી હતી ચર્ચામાં

આ પણ વાંચો : Uttarakhand: બંધ થઇ જશે બદ્રીનાથ ધામના દરવાજા! મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા, મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું

g clip-path="url(#clip0_868_265)">