Agnipath recruitment scheme : એરફોર્સમાં અગ્નિવીર બનવા માટે આપવી પડશે Exam, IAFને નોંધણીના 3 દિવસમાં 56,960 અરજીઓ મળી

|

Jun 27, 2022 | 3:11 PM

IAFએ રવિવારે કહ્યું કે, તેને અગ્નિપથ ભરતી યોજના (Agnipath recruitment scheme) હેઠળ અત્યાર સુધીમાં 56,960 અરજીઓ મળી છે. રજીસ્ટ્રેશન 5 જુલાઈના રોજ બંધ થશે

Agnipath recruitment scheme : એરફોર્સમાં અગ્નિવીર બનવા માટે આપવી પડશે Exam, IAFને નોંધણીના 3 દિવસમાં 56,960 અરજીઓ મળી
IAFને નોંધણીના 3 દિવસમાં 56,960 અરજીઓ મળી
Image Credit source: FILE PHOTO

Follow us on

Agnipath recruitment scheme :અગ્નિપથ યોજના હેઠળ ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ખાલી જગ્યા દ્વારા અગ્નિવીર વાયુની (Indian Airforce Agniveer Vayu) જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.ભારતીય વાયુસેનાએ રવિવારે જણાવ્યું હતું કે તેને અગ્નિપથ ભરતી યોજના હેઠળ શુક્રવારે નોંધણી પ્રક્રિયા શરૂ થયાના ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 56,960 અરજીઓ મળી છે. પ્રાપ્ત થયેલી અરજીઓ વિશે ” IAF (Indian Air Force)એ ટ્વિટર પર જણાવ્યું હતું.

નોંધણી 5 જુલાઈના રોજ બંધ થશે

અગ્નિપથ યોજના 2022 દ્વારા ભારતીય હવાઈ દળની ભરતી સત્તાવાર સૂચના મુજબ 24 જૂન, 2022 ના રોજ શરૂ થાય છે. રસ ધરાવતા ઉમેદવારો અગ્નિપથ યોજના (Agnipath recruitment scheme ) 2022 માટે તેમની અધિકૃત વેબસાઇટ – careerindianairforce.cdac.in દ્વારા સીધા જ ઑનલાઇન અરજી કરી શકે છે. અગ્નિપથ યોજના 2022 હેઠળ IAF ભરતી માટેની નોંધણી 5 જુલાઈ, 2022ના રોજ સમાપ્ત થશે. રસ ધરાવતા ઉમેદવારો પાસે ધોરણ 10મું અથવા મેટ્રિક પાસિંગ પ્રમાણપત્ર, મધ્યવર્તી અથવા 10+2 અથવા સમકક્ષ માર્કશીટ અથવા 3 વર્ષની એન્જિનિયરિંગ ડિપ્લોમા અંતિમ વર્ષની માર્ક શીટ અને મેટ્રિકની માર્કશીટ અથવા 2 વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમની માર્કશીટ અને નોન-વોકેશનલની માર્કશીટ હોવી જોઈએ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 જૂન, 2022ના રોજ ભારતીય સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે અગ્નિપથ યોજનાનું અનાવરણ કર્યું હતું, અગ્નિપથ (Agnipath ) યોજનાએ આર્મી, નેવી અને એરફોર્સ હેઠળની નવી માનવ સંસાધન નીતિ છે.સરકારે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વયના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે સામેલ કરવામાં આવશે, જ્યારે તેમાંથી 25% ને પછીથી નિયમિત સેવા માટે સામેલ કરવામાં આવશે. બાદમાં સરકારે યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વય મર્યાદા વર્ષ 2022 માટે 21 થી વધારીને 23 વર્ષ કરી.

આમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ જેવી વિગતો વિશે સારો ખ્યાલ મેળવવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ યોજના (Agnipath Scheme) દ્વારા સામેલ ઉમેદવારોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.

Next Article