IAF અગ્નિવીર વાયુ પરિણામ 2023 જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

TV9 GUJARATI

|

Updated on: Feb 15, 2023 | 5:40 PM

એરફોર્સ રિક્રૂટમેન્ટ માટે અગ્નિવીર વાયુ પરીક્ષા 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2023 સુધી લેવામાં આવી હતી. જો તમે આ પરીક્ષામાં સામેલ થયા હતા તો અહીં આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક દ્વારા સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

IAF અગ્નિવીર વાયુ પરિણામ 2023 જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Follow us on

વાયુસેના અગ્નિવીર ભરતી માટે થયેલી પરીક્ષા અગ્નિપથ વાયુનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેના IAFએ સીડેક ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર ફેઝ 1 લેખિત પરીક્ષા પરિણાની જાહેરાત કરી છે. તેની સાથે જ Agniveer Vayu ફેઝ 2 પરીક્ષાના એડમિટ કાર્ડ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

એરફોર્સ રિક્રૂટમેન્ટ માટે અગ્નિવીર વાયુ પરીક્ષા 18 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2023 સુધી લેવામાં આવી હતી. જો તમે આ પરીક્ષામાં સામેલ થયા હતા તો અહીં આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક દ્વારા સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો: ચીનની સરહદ પાસેના ગામડાઓનો થશે વિકાસ, મળશે રોજગારી, જાણો સરકારનો પ્લાન

INDIAN Air Forceએ જણાવ્યું કે અગ્નિપથ વાયુ પરિણામ ઓફિશિયલ વેબસાઈટ પર 23 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. આ પરીક્ષામાં સાયન્સ ગ્રુપ માટે કટઓફ માર્ક્સ 39.5 રહ્યા છે. અન્ય વિષયો માટે કટઓફ 40.5 રહ્યુ.

Agniveer Vayu Result 2023 Download કેવી રીતે કરશો?

  1. અગ્નિવીર વાયુની વેબસાઈટ agnipathvayu.cdac.in પર જાવ.
  2. હોમ પેજ પર કેન્ડિડેટ લોગિનનું બટન દેખાશે, તેને ક્લિક કરો.
  3. IAF લોગિનનું પેજ ખુલશે. જ્યા પોતાનું રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડી, પાસવર્ડ અને કેપ્ચા ભરીને સાઈન ઈન કરો.
  4. લોગિન થયા બાદ સ્ક્રીન પર પોતાનું સ્કોરકાર્ડ દેખાશે. તેને ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ કાઢી લો.

IAF Agniveer Phase 2 Admit Card ડાઉનલોડ કેવી રીતે કરશો?

જો તમે અગ્નિપથ વાયુ પરીક્ષા પાસ કરી લીધી છે, એટલે કટ ઓફ પોઈન્ટ મેળવ્યા છે તો તમે આગળની સિલેક્શન પ્રોસેસમાં સામેલ થઈ શકો છો. આગળ ઈન્ડિયન એરફોર્સ દ્વારા Agniveervayu Phase 2 ટેસ્ટ લેવામાં આવશે. 01/2023 અગ્નિવીર ઈનટેક માટે ફેઝ 2ના એડમિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. તેમને agnipathvayuની વેબસાઈટ પર જ જાહેર કરવામાં આવ્યા છે.

પણ તેને ડાઉનલોડ કરતા પહેલા તમારે અન્ય જરૂરી જાણકારી ભરવી પડશે. તમે તમારા કેન્ડિડેટ લોગિન દ્વારા IAF દ્વારા માંગવામાં આવેલી બાકી જાણકારી ભરો અને 23 ફેબ્રુઆરી 2023 સુધી પોતાના agnipathvayu Phase 2 admit card ડાઉનલોડ કરી લો.

ડાયરેક્ટ લિંકથી agneepath vayu result 2023 download કરો.

બીજા ફેઝમાં SSB ઈન્ટરવ્યુ અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. તેમાં ક્વોલિફાય કર્યા બાદ કેન્ડિડેટ્સને મેડિકલ પરીક્ષા માટે અપીયર થવું પડશે. તેમાં ટેસ્ટ થશે કે તમે એરફોર્સ ઓફિસર બનવા માટે શારિરિક અને માનસિક રીતે ફિટ છો કે નહીં.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati