IAF AFCAT Admit Card 2021: કોમન એડમિશન ટેસ્ટનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ સરળ સ્ટેપ્સ દ્વારા કરો ડાઉનલોડ
ભારતીય વાયુસેનાએ આજે IAF AFCAT એડમિટ કાર્ડ 2021 જાહેર કર્યું છે.
IAF AFCAT Admit Card 2021 Released: ભારતીય વાયુસેનાએ આજે IAF AFCAT એડમિટ કાર્ડ 2021 જાહેર કર્યું છે. જે ઉમેદવારો એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટમાં ભાગ લેવા ઈચ્છે છે તેઓ afcat.cdac.in પર IAFની સત્તાવાર વેબસાઈટ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. IAF AFCAT 2021ની પરીક્ષા 28, 29 અને 30 ઓગસ્ટ 2021ના રોજ લેવામાં આવશે.
એડમિટ કાર્ડ 9 ઓગસ્ટના રોજ રિલીઝ થવાનું હતું પરંતુ કેટલાક કારણોસર તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. પરીક્ષા આપનાર ઉમેદવારોએ પ્રવેશ કેન્દ્ર પરીક્ષા કેન્દ્રમાં લઇ જવું આવશ્યક છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરી શકે છે.
IAF AFCAT Admit Card 2021 આ સરળ સ્ટેપ્સ દ્વારા ડાઉનલોડ કરો
સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in/AFCAT પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઇટ પર લોગ ઇન કરો. સ્ટેપ 3: હવે તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 4: હવે તેને તપાસો. સ્ટેપ 5: તેને હવે તમે ડાઉનલોડ કરી લો. સ્ટેપ 6: પરીક્ષા હોલમાં લઈ જવા માટે એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ ફરજીયાત લઈ લો.
ખાલી જગ્યાની વિગતો
ભારતીય વાયુસેના દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યામાં કુલ 357 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. એએફસીએટી માટે 96 પોસ્ટ, ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ માટે 107 પોસ્ટ, ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનીકલ માટે 96 પોસ્ટ, મેટ્રોલોજી માટે 28 અને અન્ય સીટો પર એનસીસી સ્પેશિયલ એન્ટ્રી હશે.
NEET PG 2021 માટે રજિસ્ટ્રેશન અને સુધારણા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ, NBE(National Board of Examinations)એ NEET PG 2021 રજિસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડોને 25 ઓગસ્ટ, 2021 સુધી લંબાવ્યું છે. જે ઉમેદવારોએ હજુ સુધી રાષ્ટ્રીય લાયકાત કમ એન્ટ્રન્સ ટેસ્ટ માટે નોંધણી કરાવી નથી તેઓ NBEની સત્તાવાર સાઇટ natboard.edu.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.
નોંધણી લિંક 16મી ઓગસ્ટના રોજ સક્રિય કરવામાં આવી હતી. સત્તાવાર નોટિસમાં લખવામાં આવ્યું છે કે, “NEET PG 2021 માટે રજિસ્ટ્રેશન વિન્ડો અને એડિટ વિન્ડો 25.08.2021 (11:55 PM) સુધી લંબાવવામાં આવી છે.”
NEET-PG 2021 પરીક્ષા માટે પહેલેથી જ નોંધાયેલા ઉમેદવારો દ્વારા એડિટ વિન્ડોનો ઉપયોગ કરી શકાય છે. જો તેઓ આવું કરવા ઈચ્છે તો આ વિન્ડો દરમિયાન તેઓ તેમની કેટેગરી અને EWS સ્ટેટસ બદલી શકે છે. વિન્ડો અરજી ફોર્મમાં પહેલેથી જ આપવામાં આવેલી અન્ય માહિતીમાં ફેરફાર કરવાની મંજૂરી આપશે નહીં.