AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSEB SSC Result 2021: ધોરણ 10માં નાપાસ થયેલ 100 વિદ્યાર્થીઓ પાસ, જાણો શું છે મામલો

GSEB SSC Result 2021: ગુજરાત બોર્ડ (Gujarat Board) દ્વારા આ વિદ્યાર્થીઓને 198 ગ્રેસ માર્ક આપીને પાસ કર્યા છે, એટલે કે 100માંથી દરેક વિદ્યાર્થીએ છ વિષયોમાં 33 ગુણ મેળવ્યા છે.

GSEB SSC Result 2021: ધોરણ 10માં નાપાસ થયેલ 100 વિદ્યાર્થીઓ પાસ, જાણો શું છે મામલો
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar (File Photo)
| Updated on: Jul 01, 2021 | 11:51 PM
Share

GSEB SSC Result 2021: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSHSEB) 10માં ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે પરિણામ 100% આવ્યું છે. જો કે આમાંથી 100 વિદ્યાર્થીઓ એવા છે, જેમણે શૂન્ય (Zero) ગુણ મેળવ્યા છે, તેમ છતાં તેઓ પાસ થયા છે.

ગુજરાત બોર્ડ (Gujarat Board) દ્વારા આ વિદ્યાર્થીઓને 198 ગ્રેસ માર્ક આપીને પાસ કર્યા છે, એટલે કે 100માંથી દરેક વિદ્યાર્થીએ છ વિષયોમાં 33 ગુણ મેળવ્યા છે. બોર્ડના અધિકારી કહે છે કે 198 ગ્રેસ માર્ક્સ આપવાનો અર્થ એ છે કે તે 100 વિદ્યાર્થીઓ નવમાં અને દસમાં ધોરણની યુનિટ પરીક્ષામાં એક પણ ગુણ મેળવી શક્યા ન હતા.

એવું પણ બની શકે કે આ વિદ્યાર્થીઓએ ફક્ત શાળામાં જ પોતાનું નામ નોંધાવ્યું હોય અને તેઓ ક્યારેય શાળામાં ભણ્યા ન હોય. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે 1.60 લાખ વિદ્યાર્થીઓને 60 ગુણ સુધીના ગ્રેસ નંબર આપવામાં આવ્યા છે. ત્યારે 45 હજારને 60થી 100ની વચ્ચે ગ્રેસ નંબર મળ્યા છે. એટલે કે લગભગ 2.05 લાખ વિદ્યાર્થીઓને ગ્રેસ નંબર આપીને બઢતી મળી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે 1700થી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. 2020માં, ફક્ત 1,671 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ સાથે GSEB ધોરણ 10ની પરીક્ષા ક્લિયર કરી હતી. A-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 57,362 છે. 1,00,973 વિદ્યાર્થીઓએ B-1 મેળવ્યા અને 1,50,432 એ B-2 મેળવ્યા, 1,85,266 C-1 મળવ્યા, 72,253 C-2 મળવ્યા અને 1,73,732 એ D ગ્રેડ મેળવ્યા છે.

GSEB 10th Result 2021 આ લિંક પરથી જોઈ શકો છો

શાળાઓ નીચે આપેલ લીંક પરથી પરિણામ ચકાસી શકે છે.

Gujarat Board 10th Result

આ આધાર પર કરવામાં આવ્યું પરિણામ તૈયાર

ગુજરાત બોર્ડે (Gujarat Board) 40:20:30:10 ફોર્મ્યુલાના આધારે ધોરણ 10નું પરિણામ તૈયાર કરી જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા હેઠળ ધોરણ 9માં અર્ધવાર્ષિક અને ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાના 40 ટકા ગુણ, ધોરણ 9ની આંતરિક પરીક્ષાના 20 ટકા ગુણ, ધોરણ 10માં આયોજિત ઓફલાઈન આંતરિક પરીક્ષાના 30 ટકા અને એકમ પરીક્ષાના 10 ટકા ગુણને મેળવીને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">