AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs: પદ, પૈસા અને પ્રતિષ્ઠા સાથે સૌથી વધારે પગાર આપતી સરકારી નોકરીઓ વિશે જાણો

સરકારી નોકરી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સારા પગારની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ આપે છે. તેથી જ સરકારી નોકરીની ભરતી બહાર પડતા જ લાખો ઉમેદવારો અરજી કરે છે. આજે આપણે એવી સરકારી નોકરીઓ વિશે જાણીશું જે સારા પગારની સાથે અન્ય સુવિધાઓ પણ આપે છે. કોઈ પણ સરકારી નોકરી મેળવવી સરળ નથી. જો તમે એક વખત સરકારી નોકરી મેળવી લો છો તો બાકીનું જીવન સરળતાથી જીવી શકાય છે.

Govt Jobs: પદ, પૈસા અને પ્રતિષ્ઠા સાથે સૌથી વધારે પગાર આપતી સરકારી નોકરીઓ વિશે જાણો
Govt Jobs
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 6:10 PM
Share

સરકારી નોકરી (Govt Jobs) માટે યુવાઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. કારણ કે સરકારી નોકરી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સારા પગારની (Salary) સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ આપે છે. તેથી જ સરકારી નોકરીની ભરતી બહાર પડતા જ લાખો ઉમેદવારો અરજી કરે છે. આજે આપણે એવી સરકારી નોકરીઓ વિશે જાણીશું જે સારા પગારની સાથે અન્ય સુવિધાઓ પણ આપે છે. કોઈ પણ સરકારી નોકરી મેળવવી સરળ નથી.

યુવાનોનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું

જો તમે ખૂબ જ સારી રીતે મહેનત કરીને એક વખત સરકારી નોકરી મેળવી લો છો તો બાકીનું જીવન સરળતાથી જીવી શકાય છે. હાલમાં યુવાનોનું સ્વપ્ન એવી નોકરી મેળવવાનું છે કે જેમાં તેમને વધારે પગારની સાથે સન્માન અને સુવિધાઓ પણ મળે જેથી તેઓ સરળતાથી તેમના ખર્ચાઓને મેનેજ કરી શકે.

RBI માં સરકારી નોકરી

સારા પગારની સાથે સુવિધાઓ આપતી સરકારી નોકરીમાં બેંક જોબ પ્રથમ ક્રમે છે. તેમાં પણ જો ભારતીય રિઝર્વ બેંકમાં નોકરી મળે તો માત્ર વધારે પગાર જ મળતો નથી, પરંતુ તમને હેલ્થ, ટ્રાવેલ, એજ્યુકેશન, પેટ્રોલ વગેરે માટે ભથ્થાની સાથે અન્ય ઘણી સુવિધાઓ મળે છે. RBIમાં સારી પોસ્ટ પર પસંદગી થાય તો ઉમેદવારોને 70 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો પગાર મળે છે, જેમાં ભવિષ્યમાં વધારો પણ થાય છે.

ડિફેન્સમાં સરકારી નોકરી

ભારતીય સેનાના ત્રણ ભાગ છે, જેમાં નૌકાદળ, વાયુસેના અને ભારતીય સેના છે. ડિફેન્સ સર્વિસિસમાં લેફ્ટનન્ટ પદની નોકરી માટે, UPSC હેઠળ NDA, CDS, AFCAT વગેરે પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં પ્રિલિમ, મેન્સ, GD, ફિઝિકલ ટેસ્ટ, PET ટેસ્ટ અને ઈન્ટરવ્યુ બાદ પસંદગી કરવામાં આવે છે. લેફ્ટનન્ટનો શરૂઆતમાં 68000 રૂપિયા પગાર આપવામાં આવે છે. ત્યારબાદ અનુભવ સાથે તે 1 લાખ રૂપિયા સુધી પણ થાય છે. આ સિવાય અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવે છે.

આ પણ વાંચો : Govt Jobs: ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસમાં સરકારી નોકરી મેળવવાની તક, પગાર 1 લાખથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી

ISRO અને DRDOમાં સરકારી નોકરી

ISRO અને DRDO ની નોકરીમાં ઉમેદવારોને પગારની સાથે ઘણા જુદા-જુદા ભથ્થા પણ આપવામાં આવે છે. ઉમેદવારોને સુરક્ષાની સાથે ઉંચો પગાર પણ મળે છે. આ ઉપરાંત સમયાંતરે કર્મચારીઓને બોનસ પણ આપવામાં આવે છે. આ નોકરીમાં શરૂઆતમાં 50 થી 60 હજાર રૂપિયા પગાર મળે છે, જે બાદમાં 1.5 થી 2 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">