AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs: ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસમાં સરકારી નોકરી મેળવવાની તક, પગાર 1 લાખથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી

જે યુવાઓ વકીલાતના ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા માંગે છે તેના માટે સારા સમાચાર છે. ભારત સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય હેઠળ આવતા ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવી છે. જે ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની છે, તેમાં લો ફાઇનાન્શિયલ, ફોરેન્સિક ઓડિટ બેન્કિંગ અને જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગોમાં કુલ 91 જગ્યાઓ ભરવામાં આવશે.

Govt Jobs: ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસમાં સરકારી નોકરી મેળવવાની તક, પગાર 1 લાખથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી
Government Jobs
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 7:00 PM
Share

કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં સરકારી નોકરી (Govt Jobs) મેળવવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. જે યુવાઓ વકીલાતના ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા માંગે છે તેના માટે સારા સમાચાર છે. ભારત સરકારના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય હેઠળ આવતા ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવી છે.

જે ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની છે, તેમાં લો ફાઇનાન્શિયલ, ફોરેન્સિક ઓડિટ બેન્કિંગ અને જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગોમાં કુલ 91 જગ્યાઓ ભરવામાં આવશે.

17 ઓક્ટોબરના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી

SFIO દ્વારા 17 ઓક્ટોબર 2023 ના રોજ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે મૂજબ ખાલી જગ્યા માટે પસંદની પ્રક્રિયા બાદ ઉમેદવારોની દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદમાં નિમણૂક કરવામાં આવશે. ઉમેદવારોએ આ અંગેની વધારે માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ sfio.gov.in ની મુલાકાત લેવી જોઈએ.

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • ઉમેદવારો સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ sfio.gov.in પર જાઓ.
  • વેબસાઇટ પર એપ્લિકેશન ફોર્મ સક્રિય થઈ જશે.
  • અરજી કરતા પહેલા વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના ધ્યાનથી વાંચો.
  • અરજીથી સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો કાળજી પૂર્વક અપલોડ કરો.
  • ત્યારબાદ સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

પગાર અને વય મર્યાદાની વિગતો

જુનિયર કન્સલ્ટન્ટની (કાયદો) ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસે ગ્રેજ્યુએશનની સાથે 3 થી 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ. યંગ પ્રોફેશનલ પોસ્ટ્સ માટે કાયદાની ડિગ્રી સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત ફાઈનાન્સિયલ એનાલિસ્ટ અને ફોરેન્સિક ઓડિટમાં યંગ પ્રોફેશનલ પાસે CA, ICWA અથવા MBA સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

આ પણ વાંચો : Govt Jobs: કરન્સી નોટ પ્રેસમાં સ્નાતક માટે સરકારી નોકરીની તક, પગાર મળશે 95000થી વધારે, આ રીતે કરો અરજી

ઉમેદવારોનો પગાર મળશે 80,000 થી 1,45,000 રૂપિયાની વચ્ચે

જુનિયર કન્સલ્ટન્ટની ખાલી જગ્યા માટે 3 વર્ષથી 8 વર્ષની વચ્ચે અનુભવ હોવો જોઈએ. સિનિયર કન્સલ્ટન્ટ માટે 8 થી 15 વર્ષની વચ્ચે અનુભવ હોવો જોઈએ. પગાર વિશે વાત કરીએ તો જુનિયર કન્સલ્ટન્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારોનો પગાર 80,000 થી 1,45,000 રૂપિયાની વચ્ચે મળશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
ગુજરાતમા હીટવેવનુ સંકટ: અમદાવાદમા 6 દિવસ ઓરેન્જ એલર્ટ, પારો 45 ડિગ્રી
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
g clip-path="url(#clip0_868_265)">