Govt Jobs: 10 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીમાં ભરતી, પરીક્ષા વગર જ થશે પસંદગી, આ રીતે કરો ઓનલાઈન અરજી
10 ધોરણ પાસ ઉમેદવારોની યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) દ્વારા એપ્રેન્ટિસશિપની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની સૂચના જાહેર કરવામાં આવી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 13 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો 12 નવેમ્બર 2023 સુધીમાં અરજી કરી શકે છે. એપ્રેન્ટિસશિપની જગ્યાઓ પર ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહી. આ ભરતી દ્વારા કુલ 243 જગ્યાઓ ભરવામાં આવશે.
સરકારી નોકરીની (Govt Jobs) ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. 10 ધોરણ પાસ ઉમેદવારોની યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) દ્વારા એપ્રેન્ટિસશિપની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની સૂચના જાહેર કરવામાં આવી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 13 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો 12 નવેમ્બર 2023 સુધીમાં અરજી કરી શકે છે.
એપ્રેન્ટિસશિપની જગ્યાઓ પર ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહી. આ ભરતી દ્વારા કુલ 243 જગ્યાઓ ભરવામાં આવશે.
કઈ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
- ફિટર – 82 પોસ્ટ
- ઈલેક્ટ્રિશિયન – 82 પોસ્ટ
- વેલ્ડર – 40 પોસ્ટ (ગેસ અને ઇલેક્ટ્રિક)
- ટર્નર મશીનિસ્ટ – 12 પોસ્ટ
- ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક – 5 પોસ્ટ
- મિકેનિક ડીઝલ – 12 પોસ્ટ
- સુથાર – 5 પોસ્ટ
- પ્લમ્બર – 5 પોસ્ટ
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વિગતો
આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે. સૂચના અનુસાર ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યું હોવું જરૂરી છે. આ ઉપરાંત ખાલી જગ્યાના સંબંધિત ટ્રેડ (NCVT)માંથી ITI પાસ પણ જરૂરી છે.
જો વય મર્યાદાની વાત કરવામાં આવે તો, ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ મહત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. SC, OBC અને PWD કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ અંગેની વધારે માહિતી સૂચનામાં આપવામાં આવેલ છે.
આ રીતે કરો ઓનલાઈન અરજી
- સૌથી પહેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ucil.gov.in પર જાઓ.
- હોમ પેજ પર ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
- અરજી માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ કાળજી પૂર્વક અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને રાખો.
આ ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. જેમાં ધોરણ 10 ના માર્કસના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. તેમાં મહત્વની વાત એ છે કે, વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પણ ધોરણ 10 ના માર્કસ જ ગણવામાં આવશે.