Govt Jobs: 10 અને 12 ધોરણ પાસ ઉમેદવારો માટે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરીની તક, 60000 રૂપિયાથી વધારે મળશે પગાર, આ રીતે કરો અરજી
આ ખાલી જગ્યા માટે રજીસ્ટ્રેશન 8 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. ઉમેદવારો 1 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી અને તબીબી તપાસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બેસવાની તક મળશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં સરકારી નોકરી (Govt Jobs) મેળવવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. તેમાં પણ જે યુવાઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી માટે સપનું જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે. આસામ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.
ભરતી દ્વારા કુલ 115 ખાલી જગ્યા ભરવામાં આવશે
આ ખાલી જગ્યા માટે રજીસ્ટ્રેશન 8 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. ઉમેદવારો 1 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ slprbassam.in ની મુલાકાત લેવી પડશે. આ ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી અને તબીબી તપાસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બેસવાની તક મળશે. આ ભરતી દ્વારા કુલ 115 ખાલી જગ્યા ભરવામાં આવશે.
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વિગત
કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારોની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત નિયમોનુસાર હોવી જરૂરી છે. ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ 25 વર્ષ જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 કે 12 ધોરણ પાસ અરજી કરી શકે છે. ભરતી અંગેની વધારે માહિતી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.
આ રીતે કરો ઓનલાઈન અરજી
- અરજી માટે ઉમેદવારો સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ slprbassam.in પર જાઓ.
- વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાના ધ્યાનથી વાંચો.
- અરજી કરવા માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ જેવા કે હસ્તાક્ષર, ફોટો, આઈડી પ્રૂફ વગેરે કાળજી પૂર્વક અપલોડ કરો.
- છેલ્લે અરજી સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
આ પણ વાંચો : Govt Jobs: સ્નાતકો માટે બેંકમાં સરકારી નોકરીની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પગાર અને અરજી ફીની વિગતો
ભરતી દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને પે લેવલ મૂજબ 14,000 થી 60,500 રૂપિયા સુધીનો પગાર મળશે. બધી જ કેટેગરીના ઉમેદવારો કોઈ પણ ફી વગર અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા સરકારી ભથ્થા પણ આપવામાં આવશે. પગાર અંગેની વધારે જાણકારી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.