Govt Jobs: બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બમ્પર વેકેન્સી, સ્નાતક ઉમેદવારો કરી શકે છે અરજી

કુલ 600 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારોએ 1 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કોર્સ (PGDBF) કરવાનો રહેશે. આ કોર્સમાં 6 મહિનાના વર્ગો, 2 મહિનાની ઇન્ટર્નશિપ અને 4 મહિનાની નોકરી પરની તાલીમનો સમાવેશ થાય છે.

Govt Jobs: બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બમ્પર વેકેન્સી, સ્નાતક ઉમેદવારો કરી શકે છે અરજી
Govt Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:29 PM

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે IDBI માં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની 600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો બેંકની વેબસાઇટ idbibank.in પર જઈને અરજી કરી શકે છે. અરજી (Online Application) પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ છે અને 30 સપ્ટેમ્બર 2023 સુધી અરજી ફીની ચુકવણી કરી શકે છે. આ જગ્યા માટે પરીક્ષા 20 ઓક્ટોબર 2023ના રોજ લેવામાં આવશે.

243 જગ્યાઓ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે નિર્ધારિત

ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારનો જન્મ 31 જુલાઈ 1998 પહેલા અને 31 ઓગસ્ટ 2003 પછી થયો ન હોવો જોઈએ. OBC ઉમેદવારોને વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. આ સાથે જ SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 243 જગ્યાઓ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે નિર્ધારિત કરવામાં આવી છે. OBC- 162 પોસ્ટ, EWS- 60 પોસ્ટ, SC- 90 પોસ્ટ અને ST માટે 45 જગ્યા છે.

ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ

કુલ 600 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારોએ 1 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કોર્સ (PGDBF) કરવાનો રહેશે. આ કોર્સમાં 6 મહિનાના વર્ગો, 2 મહિનાની ઇન્ટર્નશિપ અને 4 મહિનાની નોકરી પરની તાલીમનો સમાવેશ થાય છે. સફળતા પૂર્વક કોર્સ પૂર્ણ કર્યા બાદ IDBI બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરના પદ પર પોસ્ટિંગ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

અરજી ફીની વિગતો

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 1000 રૂપિયા, SC, ST અને વિકલાંગ ઉમેદવારો માટે 200 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવારો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા અરજી ફી ઓનલાઇન મોડ દ્વારા ચૂકવી શકે છે.

આ પણ વાંચો : Govt Jobs: ITI પાસ માટે સરકારી કંપનીમાં નોકરી, પરીક્ષા વગર જ મળશે નોકરી, આ રીતે કરો અરજી

આ રીતે થશે ઉમેદવારોની પસંદગી

આ ખાલી જગ્યા માટે લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઈન્ટરવ્યુ આધારિત રહેશે. પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે, જેમાં 200 પ્રશ્નો માટે 200 ગુણ આપવામાં આવશે. લોજિકલ રિઝનિંગ ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનના 60 પ્રશ્નો પૂછવામાં આવશે. અંગ્રેજીના 40 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ ​​એપ્ટિટ્યુડના 40 અને જનરલ, ઇકોનોમિક બેન્કિંગના 60 પ્રશ્નોના પૂછવામાં આવશે. લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે, જેના 100 માર્કસ રહેશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">