સરકારી અને ખાનગી યુનિવર્સિટીના ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર 2-4-6ના વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેસન આપવા સરકારનો નિર્ણય

ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે, રાજ્યની વિવિધ ખાનગી અન સરકારી યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમમાં ભણતા આશરે સાડા નવ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેસન આપવામાં આવશે.

| Updated on: May 21, 2021 | 7:57 PM

ગુજરાતની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની ( private universities ) કોલેજમાં સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને, કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મેરીટના આધારે માસ પ્રોગ્રેસન ( Mass Progression ) આપવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. વિવિધ યુનિવર્સિટીના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરમાં ( Second, fourth and sixth semester) અભ્યાસ કરતા તમામે તમામ વિદ્યાર્થીઓને મેરીટના ( Merit ) આધારે માસ પ્રોગ્રેસન અપાશે. જો કે, મેડીકલ-પેરામેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેશન નહી અપાય.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે 21મી મેના રોજ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોનાની વર્તમાન પરીસ્થિતિને ધ્યાને લઈને માત્ર આ વર્ષ પુરતુ ખાનગી અને સરકારી યુનિવર્સિટીની કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરીટ આધારીત માસ પ્રોગ્રેસન આપવાનો નિર્ણય કર્યો છે.

માસ પ્રોગ્રેસન માટે 100 પૈકી 50 ટકા માર્કસ આંતરિક મુલ્યાંકનના આધારે અને 50 ટકા માર્કસ અગાઉના સેમેસ્ટરના આધારે ધ્યાને લેવાશે. કેટલાક કિસ્સામાં પ્રાયોગિક પરિક્ષા લેવાઈ ગઈ છે. તો તેવા કિસ્સામાં પ્રાયોગિક પરિક્ષાના માર્કસને ધ્યાને લેવાશે.

મેડીકલ અને પેરામેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સિવાયના બાકી તમામ ફેકલ્ટીના ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે, ચાર અને છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, આ વર્ષ પુરતો માસ પ્રોગ્રેસન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કોર કમિટીએ કર્યો છે.

ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે, રાજ્યની વિવિધ ખાનગી અન સરકારી યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમમાં ભણતા આશરે સાડા નવ લાખ વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેસન આપવામાં આવશે.

કોરોનાના કારણે આ વર્ષે પરિક્ષા યોજી શકાય તેમ નથી. અગાઉ પણ ગુજરાત સરકારે બહુ મનોમંથન કર્યા બાદ, એસએસસી બોર્ડ- ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો હતો.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">