AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google ખર્ચ ઘટાડવા 12000 કર્મચારીઓની છટણી કરશે, ક્યા વિભાગના કર્મચારી નોકરી ગુમાવશે?

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન Google ચલાવતી મૂળ કંપની Alphabet Inc.એ 2024ની શરૂઆતમાં કર્મચારીઓ માટે ચિંતાજનક જાહેરાત કરી છે. ગૂગલ દ્વારા  છટણી કરવામાં આવી રહી છે જે કુલ 12,000 લોકોની રોજગારીને અસર કરશે.

Google ખર્ચ ઘટાડવા 12000 કર્મચારીઓની છટણી કરશે, ક્યા વિભાગના કર્મચારી નોકરી ગુમાવશે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2024 | 7:02 AM
Share

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન Google ચલાવતી મૂળ કંપની Alphabet Inc.એ 2024ની શરૂઆતમાં કર્મચારીઓ માટે ચિંતાજનક જાહેરાત કરી છે. ગૂગલ દ્વારા  છટણી કરવામાં આવી રહી છે જે કુલ 12,000 લોકોની રોજગારીને અસર કરશે. ગૂગલનું કહેવું છે કે તેણે વિવિધ વિભાગોમાં છટણી કરી છે.  ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

ગૂગલે કેમ છટણી કરવી પડી?

ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખર્ચ ઘટાડવા માટે તેણે હાર્ડવેર, વૉઇસ અસિસ્ટન્સ અને એન્જિનિયરિંગ ટીમમાં કામ કરતા કર્મચારીઓની છટણી કરી છે. આ છટણી કરવામાં આવી છે કારણ કે ‘Google કંપનીએ તેની ટોચની પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.’ આ ઉપરાંત કંપની ‘ભવિષ્યમાં મહત્વપૂર્ણ તકોમાં યોગ્ય રીતે રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.’

દુનિયાભરમાં કર્મચારીઓ નોકરી ગુમાવશે

Google નું કહેવું છે કે, “અમારી કેટલીક ટીમો માળખાકીય ફેરફારો કરી રહી છે જેમાં વિશ્વભરની કેટલીક સ્થિતિઓને દૂર કરવી તેમાં સામેલ હોઈ શકે છે.” ગૂગલે અગાઉ અંગેના સંકેત આપતા કહ્યું હતું કે તે માત્ર કેટલાક પદોને દૂર કરી રહ્યું છે જે મોટાભાગે અદ્યતન હાર્ડવેર ટીમને અસર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટ દ્વારા ખર્ચ ઘટાડવાના માર્ગો નક્કી કર્યા પછી આ છટણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : આ 5 વ્યવહારો પર આવકવેરા વિભાગ રાખે છે ચાંપતી નજર…નિયમનો ભંગ કરશો તો મળશે નોટિસ

12,000 લોકોને નોકરી પરથી છૂટા કરાશે

લગભગ એક વર્ષ પહેલા ગૂગલે સંકેત આપી દીધા હતા. આ સમયે કંપનીએ કહ્યું હતું કે તે 12,000 લોકોને અથવા તેના લગભગ 6% કર્મચારીઓને નોકરીમાંથી ઘર તરફનો રસ્તો બતાવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં એમેઝોને તેના પ્રાઇમ વિડિયો અને સ્ટુડિયો યુનિટમાં સેંકડો કર્મચારીઓને પણ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. કંપની તેના લાઇવસ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચ પર કામ કરતા લગભગ 500 કર્મચારીઓને કામ પરથી છૂટા કરવાની પણ યોજના પર વિચાર શરુ કર્યો છે. આ અહેવાલથી કંપનીના કર્મચારીઓ ચિંતાતુર બન્યા છે.

ગૂગલ વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. કંપનીનું મોબાઇલ ફોન સોફ્ટવેર એન્ડ્રોઇડ વિશ્વભરમાં લોકપ્રિય છે. આ સિવાય કંપનીની જીમેલ, યુટ્યુબ અને મેપ્સ સર્વિસના યુઝર્સની સંખ્યા અબજોમાં છે.

આ પણ વાંચો : નવા વર્ષે માત્ર 10 દિવસમાં સોનાના ભાવમાં થયો ઘટાડો, પરંતુ સોનાનું વેચાણ કરતી કંપનીએ આપ્યું 10 ટકાથી વધારે રિટર્ન

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">