AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજગાર ક્ષેત્રે સારા સમાચાર : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વધુ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા

લગભગ 45 ટકા સીઈઓએ જણાવ્યું હતું કે તેમની કંપનીનો નફો પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 10 ટકાથી વધુ વધશે. તે જ સમયે, 40 ટકા માને છે કે તેમની કંપનીના નફામાં વૃદ્ધિ 10 ટકાથી ઓછી હશે.

રોજગાર ક્ષેત્રે સારા સમાચાર : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વધુ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા
Chances of employment generation will be better.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 7:10 AM
Share

મોટાભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) માને છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં તેમની કંપનીમાં રોજગાર(Employment) સર્જનની સંભાવનાઓ વધુ સારી રહેશે. જો કે, તેમનો અભિપ્રાય એ પણ છે કે નાણાકીય નીતિ(Monetary Policy)નું વલણ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કડક રહેશે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સર્વેમાં આ તારણ બહાર આવ્યું છે. તાજેતરનો સર્વે CII દ્વારા 2022-23 માટે તેની બીજી રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કરવામાં આવ્યો હતો. તેમાં દેશભરમાંથી 136 સીઈઓએ ભાગ લીધો હતો.છેલ્લા બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં રોજગારમાં 108 ટકાનો વધારો થયો છે.

GDP વૃદ્ધિ 7-8% રહેવાની અપેક્ષા: સર્વે

સીઆઈઆઈએ કહ્યું કે સર્વેમાં સામેલ 57 ટકા સીઈઓએ કહ્યું કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો વૃદ્ધિ દર સાતથી આઠ ટકાની વચ્ચે રહેશે. તે જ સમયે 34 ટકા માને છે કે જીડીપી વૃદ્ધિ દર સાત ટકાથી ઓછો રહેશે.

આ ઉપરાંત, લગભગ અડધા અથવા 49 ટકા સીઈઓએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ(Financial year)ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગ્રામીણ માંગ ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં વધુ સારી રહેશે.

CIIએ જણાવ્યું હતું કે સર્વેના પરિણામો સૂચવે છે કે મોંઘવારીમાં તીવ્ર વધારાને કારણે મોટા ભાગના CEO માને છે કે નાણાકીય વલણ વધુ કડક બનશે. બીજી તરફ એકંદરે પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર) માટે આઉટલૂક મજબૂત જણાય છે. સર્વેમાં સામેલ 44 ટકા સીઈઓએ કહ્યું કે તેમની કંપનીની આવક પ્રથમ છ મહિનામાં 10 થી 20 ટકા વધશે. તે જ સમયે, 32 ટકા માને છે કે તેમની કંપનીની આવક 20 ટકાથી વધુ વધશે.

લગભગ 45 ટકા સીઈઓએ જણાવ્યું હતું કે તેમની કંપનીનો નફો પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 10 ટકાથી વધુ વધશે. તે જ સમયે, 40 ટકા માને છે કે તેમની કંપનીના નફામાં વૃદ્ધિ 10 ટકાથી ઓછી હશે.

CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ જણાવ્યું હતું કે આ સર્વેના પરિણામો ભારતીય ઉદ્યોગની લડાયક ક્ષમતાને દર્શાવે છે. આ સિવાય સર્વેક્ષણના પરિણામો સૂચવે છે કે ઊંચા ફુગાવાના પડકારો હોવા છતાં, નિકાસ મોરચે તેમજ સ્થાનિક સ્તરે વ્યવસાયિક પ્રદર્શન હકારાત્મક રહેશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં રોજગારમાં 108 ટકાનો વધારો થયો છે. શનિવારે CIEL HR સર્વિસિસના અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે. રોજગારની દ્રષ્ટિએ, ઇવી સેક્ટરમાં એન્જિનિયરિંગ વિભાગનો દબદબો છે.

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
g clip-path="url(#clip0_868_265)">