Gandhinagar : GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-1, 2 અને 3 ની કુલ 215 જગ્યાઓ માટે ભરતી જાહેરાત

રસ ધરાવતા ઉમેદવારો 28/9/2021 થી 13/10/2021 ( બપોર 1.00 વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

Gandhinagar : GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-1, 2 અને 3 ની કુલ 215 જગ્યાઓ માટે ભરતી જાહેરાત
Gandhinagar: Recruitment announcement for a total of 215 posts of Class-I, II and 3 for various departments including GPSC Class I & II
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 6:37 PM

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01, એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2 ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો 28/9/2021 થી 13/10/2021 ( બપોર 1.00 વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 12/12/2021 ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022 માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-2 ની 06, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-1 ની 13, વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2 ની 06, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-2 ની 01, પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -2 (ખાસ ભરતી)ની 03, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -2 ની 01 તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-3 ની 02 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2 ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.

આ પણ વાંચો : Gujarat : સોમનાથ મંદિરના ‘‘ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્ય’’નો પ્રારંભ, ઘરે બેઠા 3D વ્યુમાં નિહાળીને દર્શન કરી શકાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">