AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Coaching Scheme: હવે ફ્રીમાં કોમ્પિટિશનની તૈયારી કરો, ભારત સરકાર આપી રહી છે તક, જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ

ભારત સરકારે આરક્ષિત શ્રેણી SC અને OBC માટે મફત કોચિંગ (Free coaching scheme 2022) માટે અરજીઓ આમંત્રિત કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2022 છે.

Free Coaching Scheme: હવે ફ્રીમાં કોમ્પિટિશનની તૈયારી કરો, ભારત સરકાર આપી રહી છે તક, જાણો કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ
Free coaching scheme (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 7:26 PM
Share

Free Coching Scheme: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (MoSJE)એ આરક્ષિત શ્રેણીના વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ શરૂ કર્યું છે. દેશમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસ શરૂ કરવા માટે (Free Coching application from) મંત્રાલયે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગ (OBC) સમુદાયના વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 31 મે સુધી મંત્રાલયના coaching.dosje.gov.in પર અરજી કરી શકે છે. SC અને OBC વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ યોજના 2022 આર્થિક અને સામાજિક રીતે વંચિત SC, OBC ઉમેદવારોને ગુણવત્તાયુક્ત કોચિંગ આપવાનો ઉદ્દેશ્ય જેથી તેઓ જાહેર અને ખાનગી બંને ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી શકે અને રોજગાર મેળવી શકે.

યોજના મુજબ મંત્રાલય કોર્સ માટે મહત્તમ રૂ. 1,20,000 સુધીની કોચિંગ ફી અને વધુમાં વધુ નવ મહિના અથવા કોચિંગ ક્લાસના સમયગાળા માટે રૂ. 4000 નું સ્ટાઈપેન્ડ ચૂકવશે. માત્ર SC અને OBC સંબંધિત વિદ્યાર્થીઓ, જેમની કુટુંબની આવક વાર્ષિક 8 લાખ કે તેથી ઓછી છે, તેઓ આ યોજના માટે પાત્ર છે, લઘુમતીઓ પણ મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓ અરજી કરવા coaching.dosje.gov.inની મુલાકાત લઈ શકે છે. અહીં તમને તમામ માહિતી મળશે.

આ યોજના હેઠળ સરકાર આ અભ્યાસક્રમોની કોચિંગ ફી ચૂકવશે

1. Railway Recruitment Board (RRB) exams 2. Staff Selection Commission (SSC) exams 3. State Public Service Commission (SPSC) and 4. Union Public Service Commission (UPSC) civil services exam 5. National Defence Academy (NDA) exam 6. Combined Defence Service (CDS) exam 7. Joint Entrance Examination (JEE) 8. National Eligibility cum Entrance Test (NEET) 9. Common Aptitude Test (CAT) 10. Common Management Admission Test (CMAT) 11. Indian Engineering Services (IES) 12. Graduate Record Examinations (GRE) 13. Graduate Management Admission Test (GMAT) 14. Scholastic Assessment Test (SAT) 15. International English Language Testing System (IELTS) 16. Test of English as a Foreign Language (TOFEL) 17. Public Sector Undertakings (PSU) exams 18. Chartered Accountant Common Proficiency Test (CA-CPT) 19. Commercial Pilot License (CPL) courses 20. Common-Law Admission Test (CLAT)

આ વર્ષે ફ્રી કોચિંગ સ્કીમ માટે 3,500 સીટો ઉપલબ્ધ છે. તેમાંથી લગભગ 60 ટકા બેઠકો એવા અભ્યાસક્રમોને ફાળવવામાં આવશે કે જેના માટે કોઈએ લાયકાત તરીકે સ્નાતક પાસ કર્યું છે. બાકીના 40 ટકા એવા અભ્યાસક્રમો માટે છે, જેમણે 12મી પરીક્ષા પાત્રતા તરીકે પાસ કરી છે.

Follow Us
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">