Gujarati NewsCareerFood corporation of india will recruit four thousand employee know who can apply and what is the last date
ફુડ ર્કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 4000 પદ પર ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી અને કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ?
ફુડ ર્કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 4 હજારથી વધારે પદ પર નોકરી આપવા જઈ રહ્યું છે. FCI દ્વારા આ ભરતીમાં આસિસ્ટન્ટ, જૂનિયર એન્જિનિયર, ટાઈપિસ્ટ જેવા ઘણાં પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે અને અરજી કરનાર ઈચ્છુક ઉમેદવાર 25 માર્ચ 2019 સુધી અરજી કરી શકે છે. […]
ફુડ ર્કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 4 હજારથી વધારે પદ પર નોકરી આપવા જઈ રહ્યું છે. FCI દ્વારા આ ભરતીમાં આસિસ્ટન્ટ, જૂનિયર એન્જિનિયર, ટાઈપિસ્ટ જેવા ઘણાં પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે અને અરજી કરનાર ઈચ્છુક ઉમેદવાર 25 માર્ચ 2019 સુધી અરજી કરી શકે છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગો છો અને આ પદને લાયક છો તો તમે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકો છો.
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
ભરતીમાં આસિસ્ટન્ટ, જૂનિયર એન્જિનિયર, ટાઈપિસ્ટ, સ્ટેનોગ્રાફરના પદો પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને કુલ 4103 ઉમેદવારોની નિમણુંક કરવામાં આવશે. દરેક પદ અનુસાર પે-સ્કેલ નકકી કરવામાં આવી છે, તેમાં 9300થી લઈને 29950 રૂપિયા સુધીના માપદંડ સામેલ છે. તેની વધારે માહિતી તમે સતાવાર સુચનામાં જોઈ શકો છો. ઉમેદવારની ભરતી દરેક ઝોન પ્રમાણે કરવામાં આવશે.
જો ઉમેદવારોની લાયકાત પ્રમાણે પદો અલગ-અલગ છે. તેમાં જૂનિયર એન્જિનિયરના પદ માટે ઉમેદવારોને એન્જિનિયરીંગ, સ્ટેનોગ્રાફરના પદ માટે ઉમેદવારોને ગ્રેજયુએટ હોવાની સાથે ટાઈપિંગમાં માહેર હોવો જરૂરી છે. વધુમાં ટાઈપિસ્ટના પદ માટે ગ્રેજયુએટ હોવાની સાથે ટાઈપિસ્ટની સ્કીલ પણ આવડવી જોઈએ. અરજી કરવા માટે જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે SC-ST,PWD,અને ફીમેલ વર્ગના ઉમેદવારોને ફી ભરવાની નથી. આ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બૅંકીંગ વગેરે માધ્યમ દ્વારા ભરી શકાય છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કીલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.