ESIC Recruitment 2022: નવા વર્ષમાં સરકારી નોકરીની ભરમાર, 3800 પોસ્ટ માટે પડી વેકેન્સી, આ રીતે કરો અરજી

|

Dec 31, 2021 | 6:52 AM

ESIC એ તેની અધિકૃત વેબસાઇટ પર જણાવ્યું કે અપર ડિવિઝન ક્લાર્ક (UDC), સ્ટેનોગ્રાફર (Steno) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની જગ્યાઓ માટે કુલ 3847 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

ESIC Recruitment 2022: નવા વર્ષમાં સરકારી નોકરીની ભરમાર, 3800 પોસ્ટ માટે પડી વેકેન્સી, આ રીતે કરો અરજી
ESIC Recruitment 2022

Follow us on

ESIC Recruitment 2022: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ દેશભરમાં વિવિધ પોસ્ટ માટે બમ્પર વેકેન્સી જાહેર કરી છે જેમાં 10મા અને 12મા પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ESIC Recruitment 2022 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં 3800 થી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે.

ESIC એ તેની અધિકૃત વેબસાઇટ પર જણાવ્યું કે અપર ડિવિઝન ક્લાર્ક (UDC), સ્ટેનોગ્રાફર (Steno) અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની જગ્યાઓ માટે કુલ 3847 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 15 જાન્યુઆરી 2022 થી અરજી સબમિટ કરી શકે છે. ઉમેદવારો આ સંબંધિત વધુ માહિતી અને સૂચનાઓ જોવા માટે ESIC ની સત્તાવાર વેબસાઇટ www.esic.nic.in પર જઈ શકે છે.

ESIC Recruitment 2022 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

UDC: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે.
Steno : 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. સાથે જ તેમને ટાઈપિંગના જાણકાર જોઈએ.
MTS: 10મું પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ESIC Recruitment 2022 ની અગત્યની તારીખ

ઉમેદવારો અરજી 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે.

 

ESIC Recruitment 2022 માટે વય મર્યાદા

UDC અને સ્ટેનો પોસ્ટ માટેના ઉમેદવારોની ઉંમર 15 ફેબ્રુઆરી, 2022 સુધીમાં 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. MTS માટેના ઉમેદવારોની ઉંમર 15 ફેબ્રુઆરી, 2022 સુધીમાં 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કેટલો મળશે પગાર?

UDC અને સ્ટેનો પોસ્ટ પર ઉમેદવારોને રૂ. 25,500 થી 7મા પગાર પંચ મુજબ 81,100 રૂપિયા. MTS પોસ્ટ પર ઉમેદવારોને રૂ. 18,000 થી 7મા પગાર પંચ મુજબ 56,૯૦૦ રૂપિયા મળશે. ઉમેદવારોને DA, HRA, પરિવહન ભથ્થું અને અન્ય લાભ મળવાનું ચાલુ રહેશે.

આ પણ વાંચો : Income Tax Recruitment 2021: રમતવીરો માટે સરકારી નોકરીની ઉજ્જવળ તક, જાણો વિગતવાર

આ પણ વાંચો : CBSE Term 2 Sample Paper: CBSE ટર્મ-2ની પરીક્ષાનું સેમ્પલ પેપર ટૂંક સમયમાં બહાર પડશે, તમે આ રીતે ડાઉનલોડ કરી શકશો

Next Article