AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ECIL Recruitment 2022: ECILમાં જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે અરજી કરો

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે જુનિયર ટેકનિશિયનની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોકરી શોધી રહેલા યુવાનો માટે સોનેરી તક છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ ECILની સત્તાવાર વેબસાઇટ ecil.co.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.

ECIL Recruitment 2022: ECILમાં જુનિયર ટેકનિશિયનની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે અરજી કરો
ECIL Recruitment 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 3:04 PM
Share

ECIL Recruitment 2022: ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Electronics Corporation of India Limited, ECIL)એ જુનિયર ટેકનિશિયનની (Junior Technician) જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોકરી શોધી રહેલા યુવાનો માટે સોનેરી તક છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ ECILની સત્તાવાર વેબસાઇટ ecil.co.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 1લી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 1625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યા દ્વારા ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઈલેક્ટ્રિશિયન અને ફિટરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 1625 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2022 છે. આમાં અરજી કરતા પહેલા, સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને તપાસો.

આ રીતે કરો અરજી

  1. ઓનલાઈન અરજી કરવા માટે, ઉમેદવારો પહેલા સત્તાવાર વેબસાઈટ ecil.co.in પર જાઓ.
  2. અહીં હોમપેજ પર, કારકિર્દી લિંક પર ક્લિક કરો.
  3. અહીં તમને વિવિધ કોન્ટ્રાક્ટ પોસ્ટની પસંદગી માટે લેખિત કસોટી અને ટ્રેડ ટેસ્ટની લિંક મળશે.
  4. અહીં Apply Online પર ક્લિક કરો.
  5. તે પછી તમારી નોંધણી કરો અને વિનંતી કરેલ વિગતો સાથે ઑનલાઇન ફોર્મ ભરો.
  6. ઉમેદવારો હવે ફી ભરે.
  7. ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

ખાલી જગ્યાની વિગતો

નોટિફિકેશન મુજબ કુલ 1624 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. તેમાંથી ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકની 814, ફિટરની 627 અને ઈલેક્ટ્રીશિયનની 184 જગ્યાઓ છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકની 326 જગ્યાઓ, ફિટરની 252 જગ્યાઓ અને ઈલેક્ટ્રિશિયનની 74 જગ્યાઓ છે.

લાયકાત અને વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, ઈલેક્ટ્રિશિયન અથવા ફિટરના ટ્રેડમાં ITI માર્કશીટ હોવી જોઈએ. આ સાથે કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ NACમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ કરેલ ઉમેદવારો. જો ઉમેદવારો પાસે એક વર્ષનું એપ્રેન્ટિસશિપ પ્રમાણપત્ર ન હોય તો તેઓ અરજી કરી શકશે નહીં. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ પણ વાંચો: દેશમાં 96 ટકા પોસ્ટ ઓફિસ સીબીએસ સાથે જોડાઈ, બેંક જેવી ઘણી સેવાઓ મળશે ઓનલાઈન

આ પણ વાંચો: Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">