CUET UG Exam Date: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ UG માટે પ્રેક્ટિસ ટેસ્ટ બહાર પાડી છે. CUET UG પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો પરીક્ષા પહેલા પરીક્ષા માટે પ્રેક્ટિસ કરી શકે છે (CUET UG Practice Tests). NTAએ આ અંગે વિદ્યાર્થીઓ માટે સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in અથવા nta.ac.in પરથી નોટિસ જાહેર કરી છે. CUET UG માટે પ્રેક્ટિસ ટેસ્ટ કેવી રીતે લેવા તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. આ પ્રેક્ટિસ ટેસ્ટ NTA દ્વારા વિદ્યાર્થીઓને આ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા (CUET UG Exam 2022)થી પરિચિત કરાવવા માટે જારી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને પાછળથી કોઈ મુશ્કેલી ન પડે.
આ પ્રથમ વખત છે કે, CUET UG પરીક્ષા ભારતભરની તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ફરજિયાત પ્રવેશ પરીક્ષા તરીકે લેવામાં આવી રહી છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, આપેલા પ્રશ્નો પ્રેક્ટિસ હેતુ માટે છે પરંતુ મોક ટેસ્ટ માટે નથી. વાસ્તવિક પરીક્ષા પેપર પ્રેક્ટિસ પેપરની અવધિ અથવા પેટર્નમાં સમાન હોવું જરૂરી નથી.
NTAએ એ પણ સ્પષ્ટતા કરી છે કે, જો કેટલાક રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડના ધોરણ 12 ની પરીક્ષાના અભ્યાસક્રમમાં કેટલાક પ્રશ્નો શામેલ નથી, તો વિદ્યાર્થીઓએ ગભરાવું જોઈએ નહીં કારણ કે CUET UG પરીક્ષામાં વિકલ્પ હશે. NTA દ્વારા CUET ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન અને કરેક્શન વિન્ડોની સમયમર્યાદા લંબાવવામાં આવી હતી. જે બાદ પ્રેક્ટિસ ટેસ્ટ જાહેર કરવામાં આવી છે. તારીખના વિસ્તરણના સંબંધમાં, NTAએ કહ્યું હતું કે અનામત શ્રેણીમાં અરજી કરનારા વિદ્યાર્થીઓ કોઈપણ વહીવટી વિલંબ વિના તેમની શ્રેણીના પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે.
CUET UG પરીક્ષાની તારીખ પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા 15મી જુલાઈ 2022થી શરૂ થશે અને 10મી ઓગસ્ટ 2022 સુધી ચાલશે. એડમિટ કાર્ડ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. એડમિટ કાર્ડ NTAની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.