AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Coast Guard Jobs : કોસ્ટ ગાર્ડમાં ઓફિસર્સની ખાલી જગ્યા, માસિક પગાર રૂપિયા 2 લાખથી વધુ

ભારતીય કોસ્ટ ગાર્ડમાં ઘણી ઓફિસર પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ છે. જેમાં સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસરથી લઈને સિવિલિયન સ્ટાફ ઓફિસર, આસિસ્ટન્ટ ડિરેક્ટર (રાજ ભાષા), સેક્શન ઓફિસર અને સિવિલિયન ગેઝેટેડ ઓફિસરનો સમાવેશ થાય છે. આ સરકારી નોકરીઓમાં મહત્તમ પગાર દર મહિને 2 લાખ રૂપિયાથી વધુ છે.

Indian Coast Guard Jobs : કોસ્ટ ગાર્ડમાં ઓફિસર્સની ખાલી જગ્યા, માસિક પગાર રૂપિયા 2 લાખથી વધુ
Indian Coast Guard Jobs
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2024 | 7:28 AM
Share

ભારતીય કોસ્ટ ગાર્ડમાં અધિકારીઓ માટે ભરતી છે. દેશની સેવા કરવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. કોસ્ટ ગાર્ડે જે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.

તેમાં સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર, સિવિલિયન સ્ટાફ ઓફિસર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, સેક્શન ઓફિસર, સિવિલિયન ગેઝેટેડ ઓફિસર, સ્ટોર ફોરમેન અને સ્ટોર કીપર ગ્રેડ-1નો સમાવેશ થાય છે. ઉમેદવારો કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઇટ, indiancoastguard.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ સૂચનાની તારીખથી 60 દિવસ છે.

વય મર્યાદા 56 વર્ષ નક્કી કરવામાં આવી

આ ભરતી અભિયાન દ્વારા કોસ્ટ ગાર્ડમાં વિવિધ વિભાગોમાં કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ) માટે 3 જગ્યાઓ, સિવિલિયન સ્ટાફ ઑફિસર (લોજિસ્ટિક્સ) માટે 12 જગ્યાઓ, આસિસ્ટેન્ટ ડાયરેક્ટર (રાજભાષા) માટે 12 જગ્યાઓ સામેલ છે. ઓફિશિયલ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ નક્કી કરવામાં આવી છે.

Indian Coast Guard Jobs : કેટલો પગાર મળશે?

પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની પોસ્ટના આધારે પગાર આપવામાં આવશે. સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ)ને રૂપિયા 78,800 થી રૂપિયા 2,09,200 વચ્ચેનો પગાર મળશે. જ્યારે સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ)ને રૂપિયા 67,700 થી રૂપિયા 2,08,700 સુધીનો પગાર મળશે.

અસિસ્ટેન્ટ ડાયરેક્ટર (રાજભાષા) નો પગાર રૂપિયા 56,100 થી રૂપિયા 1,77,500 વચ્ચે, સેક્શન ઓફિસરનો પગાર રૂપિયા 9,300 થી રૂપિયા 34,800 વચ્ચે, નાગરિક રાજપત્રિત અધિકારી (લોજિસ્ટિક્સ)નો પગાર રૂપિયા 44,190 થી રૂપિયા સ્ટોર ફોરમેનનો પગાર રૂપિયા 35,400 થી રૂપિયા 1,12,400 અને સ્ટોર કીપર ગ્રેડ-1નો પગાર રૂપિયા 25,500 થી રૂપિયા 81,100 વચ્ચે હશે.

કોસ્ટ ગાર્ડનું શું કામ છે?

ભારતીય કોસ્ટ ગાર્ડ એક સશસ્ત્ર દળ, શોધ, બચાવ અને દરિયાઈ કાયદા અમલીકરણ એજન્સી છે. જેની સ્થાપના બિન-લશ્કરી દરિયાઈ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. આ સેના કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં. કોસ્ટ ગાર્ડ ભારતીય દરિયાકાંઠાના રક્ષણ અને ભારતના દરિયાઈ ઝોનમાં નિયમો લાગુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

વધુ માહિતી માટે તમે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઈટ indiancoastguard.gov.in પર જઈ શકો છો.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">