ESIC Recruitment 2022: ESICમાં UDC અને MTS માટે અરજી પ્રક્રિયા શરૂ, 3800થી વધુ જગ્યાઓ પર થશે ભરતી

ESIC Recruitment 2022: એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ ખાલી જગ્યા માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ESIC Recruitment 2022: ESICમાં UDC અને MTS માટે અરજી પ્રક્રિયા શરૂ, 3800થી વધુ જગ્યાઓ પર થશે ભરતી
ESIC Recruitment 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:36 PM

ESIC Recruitment 2022: એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (Employee State Insurance Corporation, ESIC) દ્વારા જાહેર કરાયેલ ખાલી જગ્યા માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 3847 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે ગ્રેજ્યુએટ, 12મું કે 10મું પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી છે. ESIC દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS Recruitment 2022) ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા, તમે વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો ચકાસી શકો છો.

ESIC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા 15 જાન્યુઆરી, 2022 થી શરૂ થશે. આમાં (ESIC Recruitment 2021-22) અરજી ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવશે. ઉમેદવારોને અરજી કરવા માટે 15 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આમાં અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

કેવી રીતે કરવી અરજી

  1. ઓનલાઈન અરજી કરવા માટે, સૌ પ્રથમ ESICની સત્તાવાર વેબસાઈટ – esic.nic.in ની મુલાકાત લો.
  2. વેબસાઈટના હોમ પેજ પર આપેલા રિક્રુટમેન્ટ ઓપ્શન પર જાઓ.
  3. આમાં, તમારે તમારી પસંદગીના રાજ્યની લિંક પર જવું પડશે.
  4. હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.
  5. તે પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  6. નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  7. એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.

ડાયરેક્ટ લિંક દ્વારા અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ખાલી જગ્યાની વિગતો

રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ખાલી જગ્યા દ્વારા કુલ 3847 પદો પર ભરતી કરવામાં આવશે. અપર ડિવિઝન ક્લાર્ક (UDC) માટે 1726 જગ્યાઓ માટે ભરતી થશે. સ્ટેનોગ્રાફરની જગ્યા માટે 163 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે 1931 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ખાલી જગ્યાની વિગતો ચકાસી શકે છે. તમને જણાવી દઈએ કે આ ભરતીઓ દેશના અલગ-અલગ રાજ્યોમાં કરવામાં આવશે, જેની સંપૂર્ણ વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ નોટિફિકેશનમાં આપવામાં આવી છે.

લાયકાત અને વય મર્યાદા

એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, અપર ડિવિઝન ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે અરજદારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.

સ્ટેનોગ્રાફરની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોએ નિયત ધોરણ મુજબ 12મું ધોરણ તેમજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ટાઇપિંગ કર્યું હોવું જોઈએ. આ ઉપરાંત, MTSની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ.

આ પણ વાંચો: પરીક્ષાનો તનાવમુક્ત માહોલ સર્જવા PM MODI વિદ્યાર્થીઓ સાથે કરશે Pariksha Pe Charcha, ચર્ચામાં જોડાવા આ રીતે કરો રજીસ્ટ્રેશન

આ પણ વાંચો: GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો

g clip-path="url(#clip0_868_265)">