ટૂંક સમયમાં આવશે CLAT 2021 Admit Card, ડાયરેક્ટ લિંકથી કરી શકશો ડાઉનલોડ

ટૂંક સમયમાં આવશે CLAT 2021 Admit Card, ડાયરેક્ટ લિંકથી કરી શકશો ડાઉનલોડ
સાંકેતિક ફોટો

CLAT 2021 Admit Card: કલેટ પરીક્ષા 23 જુલાઇએ લેવામાં આવશે, જેનું પ્રવેશકાર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.in પર પ્રકાશિત કરવામાં આવશે.

TV9 Gujarati

| Edited By: Kunjan Shukal

Jul 04, 2021 | 11:52 AM

કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીસ (Consortium of National Law Universities) ટૂંક સમયમાં કલેટ પરીક્ષા પ્રવેશ કાર્ડ (CLAT 2021 Admit Card) જાહેર કરશે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી, તેઓ સત્તાવાર વેબસાઈટ – consortiumofnlus.ac.inની મુલાકાત લઈને તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

CLAT 2021ની પરીક્ષા 23 જુલાઈએ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા ગ્રેજ્યુએટ (યુજી) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) બંને માટે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી લેવામાં આવશે. CLATએ દેશની 22 નેશનલ લૉ યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવે છે કે જેમાં યુજી અને પીજી કાયદાકીય કાર્યક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા હોય છે.

કન્સોર્ટિયમે એક નિવેદનમાં જણાવ્યું છે કે CLAT 2021ને તમામ કોવિડ પ્રોટોકોલને પગલે કેન્દ્ર આધારિત પરીક્ષણ તરીકે લેવામાં આવશે. વિદ્યાર્થીઓને રસી લેવાની સલાહ પણ આપવામાં આવે છે. વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રોને બદલવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

આ રીતે કરો CLAT 2021 Admit Card ડાઉનલોડ

સ્ટેપ 1: સૌ પ્રથમ વેબસાઇટ consortiumofnlus.ac.in પર જાઓ. સ્ટેપ 2: હવે વેબસાઇટ પર લૉગિન કરો. સ્ટેપ 3: તમારું પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 4: હવે તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ નીકાળી લૉ.

પરીક્ષા સ્થગિત કરવાની માંગ

દેશમાં મહામારીની પરિસ્થિતિમાં ચોક્કસપણે સુધારો થયો છે, પરંતુ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta Plus variant)ના કેસોથી લોકોમાં ભય પણ પેદા થયો છે. દેશમાં કોરોના મહામારીને કારણે મોટાભાગની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ દરમિયાન, CLAT પરીક્ષાના ઉમેદવારો પરીક્ષા મુલતવી રાખવા માંગ કરી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓને હજી સુધી રસી મળી નથી, તેથી જ તેમનામાં ભયનો માહોલ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે રસી ન મળે ત્યાં સુધી પરીક્ષા મુલતવી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ #PostponeClat2021થી ટ્વીટ કરી રહ્યાં છે.

અદિતિ સિંહે Tv9 ભારતવર્ષને જણાવ્યું, “જો જુલાઈમાં બોર્ડની પરીક્ષા ન રાખી શકાતી હોય તો CLAT કેમ? અમને અમારા અધિકારોથી વંચિત કેમ રાખવામાં આવે છે. જો પરીક્ષા દરમિયાન અમને સ્વાસ્થ્ય સંબંધિત કઈ થાય તો કોણ અમારી મદદ કરશે?  અમને બીજો પ્રયાસ પણ નથી મળી રહ્યો.

તેના કારણે અમારે એક વર્ષ છોડવું પડશે. જુલાઈમાં આ પરીક્ષા લેવાના ભયંકર પરિણામો આવી શકે છે, કારણ કે ઝારખંડમાં કોરોના વાયરસના અનેક પ્રકારો જેવા કે ડેલ્ટા, આલ્ફા, ગામા તેમજ ડેડલીસ્ટ (ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ) ના સમાચાર મળી રહ્યા છે, કે જે ચિંતાજનક છે.”

આ પણ વાંચો: Banaskantha: પોસ્ટ વિભાગમાં એજન્ટ તરીકે કામ કરવાની સુવર્ણ તક, જાણો માહિતી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati