SSC CHSL આન્સર કી બહાર પાડવામાં આવી, આ સીધી લિંક પરથી કરો ચેક
SSC CHSL Answer Key 2022: ઉમેદવારો રિલીઝ થયેલી પ્રોવિઝનલ આન્સર કી પર 3 એપ્રિલ સુધી વાંધો નોંધાવી શકે છે. પ્રોવિઝનલ આન્સર કી પર મળેલા વાંધાઓના નિકાલ પછી અંતિમ આન્સર કી બહાર પાડવામાં આવશે.

SSC CHSL Answer Key 2023: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ SSC CHSL ટિયર-1 પરીક્ષા માટે પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડી છે. ઉમેદવારો તેને આયોગની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in દ્વારા ચકાસી શકે છે. આ પરીક્ષા 9 માર્ચથી 21 માર્ચ સુધી દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. કરિઅર ન્યુઝ અહીં વાંચો.
ઉમેદવારો 31 માર્ચથી 3 એપ્રિલ 2023 સુધી રિલીઝ થયેલી પ્રોવિઝનલ આન્સર કી પર પોતાનો વાંધો નોંધાવી શકે છે. વાંધો નોંધાવનાર ઉમેદવારે પ્રશ્ન દીઠ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આયોગ નિયત તારીખ પછી મળેલા કોઈપણ વાંધાઓને ધ્યાનમાં લેશે નહીં. પ્રોવિઝનલ આન્સર કી પર મળેલા વાંધાઓના નિકાલ પછી અંતિમ આન્સર કી જાહેર કરવામાં આવશે.
SSC CHSL Answer Key 2022 How to Check
સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જાઓ.
હોમ પેજ પર આપેલ SSC CHSL આન્સર આન્સર કીની લિંક પર ક્લિક કરો.
એક પીડીએફ ખુલશે, અહીં આપેલ લિંક પર ક્લિક કરો.
તમારી સ્ક્રીન પર જવાબ-કી દેખાશે.
હવે તપાસો અને પ્રિન્ટ કાઢી લો.
SSC CHSL Answer key direct Link પર ઉમેદવારો ક્લિક કરીને આન્સર કી પણ ચેક કરી શકે છે.
SSC CHSL પરિણામો 2023 ક્યારે જાહેર થશે?
કમિશન મે અથવા જૂન 2023માં SSC CHSL ટાયર 1 પરિણામ જાહેર કરી શકે છે. ટાયર 1 પરીક્ષામાં સફળ જાહેર થયેલા ઉમેદવારો ટાયર 2 ની પરીક્ષામાં હાજર રહેશે. ટાયર 1 આન્સર કી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જાહેર કરાયેલ નોટિફિકેશન જોઈ શકે છે.
એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.