CBSE EXAMS 2021: 2 ફેબ્રુઆરીએ જાહેર થશે ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ

CBSE EXAMS 2021માં કોરોના અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને એક પરીક્ષાખંડમાં માત્ર 12 પરીક્ષાર્થીઓને બેસાડવાની મંજુરી આપવામાં આવી છે.

CBSE EXAMS 2021: 2 ફેબ્રુઆરીએ જાહેર થશે ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 28, 2021 | 5:39 PM

કોરોના મહામારીને કારણે લાંબા સમય સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ તેમજ પરીક્ષાઓથી દુર રહ્યાં છે. 31 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ નિઃશંકે જાહેરાત કરી હતી કે જલ્દી જ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ-CBSEની પરીક્ષાઓ (CBSE EXAMS 2021) યોજાશે. આ અંગે કેન્દ્રીય શિક્ષણપ્રધાને આજે 28 જાન્યુઆરીએ જાહેરાત કરતા કહ્યું કે 2 ફેબ્રુઆરીએ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ-CBSEની ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ સાથે જ શિક્ષણપ્રધાને કહ્યું કે આ બંને પરીક્ષાઓના પરિણામ 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિક્ષણપ્રધાને કહ્યું કે આ પરીક્ષાઓમાં કોવીડ-19 પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ પરીક્ષાઓ ઓનલાઇન નહી પણ ઓફલાઈન મોડમાં જ લેવાશે.

30% અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે કોરોના મહામારીને કારણે CBSEએ અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કર્યો છે. બોર્ડ પરીક્ષાની પેપરસ્ટાઈલ નક્કી કરનારા બોર્ડના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે બોર્ડે જાહેર કરેલ નમુનાના પ્રશ્નપત્ર પ્રમાણે જ પેપરસ્ટાઈલ નક્કી કરવામાં આવી છે. 80-20 પદ્ધતિ અનુસાર 80 ગુણ લેખિત પરીક્ષા (WRITTEN EXAM) અને 20 ગુણની આંતરિક પરીક્ષા (INTERNAL EXAM) રહેશે. CBSE બોર્ડે પહેલાથી જ અભ્યાસક્રમમાં 30% ઘટાડો કર્યો છે, હવે બોર્ડ આમાં કોઈ ફેરફાર કરશે નહિ.

એક પરીક્ષાખંડમાં માત્ર 12 પરીક્ષાર્થીઓની મંજુરી CBSE EXAMS 2021માં ધો.10 અને ધો.12ની પરીક્ષાઓમાં આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષાકેન્દ્રોની સંખ્યા વધારવામાં આવશે. કોરોના અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને એક પરીક્ષાખંડમાં માત્ર 12 પરીક્ષાર્થીઓને બેસાડવાની મંજુરી આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જલ્દી જ સ્કૂલોને મળશે નવો સોફ્ટવેર CBSE EXAMS 2021ના આયોજન અને વ્યવસ્થા માટે સ્કૂલોને બોર્ડ તરફથી જલ્દી જ એક સોફ્ટવેર આપવામાં આવશે. આ સોફ્ટવેરમાં દરેક સ્કુલના લોગીન આઈડી અને પાસવર્ડ અલગ અલગ રહેશે. બોર્ડ પરીક્ષા સંબંધિત કોઈપણ જાણકરી માટે બોર્ડની આધિકારિક વેબસાઈટ પર ઉપલબ્ધ સુચનાને જ આખરી સુચના ગણવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">