Successful Story : ‘સુપર કોપ’ છે IPS અમિત લોઢા, પ્રથમ પ્રયત્નમાં ક્રેક કરી UPSC, હવે જીવન પર બની વેબ સિરીઝ

બિહારના IPS Officer Amit Lodhaને 'સુપર કોપ' તરીકે ઓળખવામાં આવે છે. તેની સફળતાની વાત ઘણી રસપ્રદ છે. ચાલો આ વિશે જાણીએ.

Successful Story : 'સુપર કોપ' છે IPS અમિત લોઢા, પ્રથમ પ્રયત્નમાં ક્રેક કરી UPSC, હવે જીવન પર બની વેબ સિરીઝ
Bihar IPS Amit Lodha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 10:01 AM

બિહારના IPS ઓફિસર અમિત લોઢા રાજ્ય અને દેશના સૌથી લોકપ્રિય અધિકારીઓમાંના એક છે. તેમણે તેમની સેવા દરમિયાન કેટલીક એવી સિદ્ધિઓ હાંસલ કરી છે કે તેમને ‘સુપર કોપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિહારના સૌથી ખતરનાક ગુનેગાર ચંદન મહતો અથવા ‘શેખપુરાના ગબ્બર સિંહ’ સાથેની તેમની લડાઈ ખૂબ જ રસપ્રદ છે. તાજેતરમાં Netflixની વેબ સિરીઝ-‘ખાકીઃ ધ બિહાર ચેપ્ટર’ રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝ IPS Officer Amit Lodhaના જીવન પર આધારિત છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે, અમિત લોઢા IIT Delhiના ગ્રેજ્યુએટ છે. તેણે પ્રથમ પ્રયાસમાં જ UPSCમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે IIT દેશની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, પરંતુ IITનો અનુભવ ઓફિસર અમિત માટે બહુ અનુકૂળ ન હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમિત લોઢાએ કહ્યું હતું કે, IIT દિલ્હીમાં અભ્યાસ તેમના જીવનનો એક ‘ભયંકર’ અનુભવ હતો.

જ્યારે આત્મહત્યાનો વિચાર આવ્યો

જોકે, અમિતે પ્રથમ પ્રયાસમાં જ IITની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. પરંતુ આઈઆઈટીમાં તેને જે અનુભવ મળ્યો તે તેને ખરાબ અનુભવ ગણાવે છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, આઈઆઈટીમાં રોકાણ દરમિયાન તે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો અને તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું. તેના ગ્રેડ ખરાબ થવા લાગ્યા અને તેના સાથીઓએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. કોલેજના વાતાવરણમાં ફીટ ન થવાને કારણે તેનું ડિપ્રેશન પણ વધી ગયું હતું. એક સમય એવો આવ્યો જ્યારે તે પોતાની જાતને દુનિયાની સૌથી ‘કમનસીબ’ વ્યક્તિ માનતો હતો.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

પ્રથમ પ્રયાસમાં UPSCમાં પ્રવેશ મેળવ્યો

જોકે, IIT દિલ્હીમાંથી સ્નાતક થયા બાદ અમિતનું નસીબ બદલાઈ ગયું. તેનું કારણ એ હતું કે તેણે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. સખત મહેનત કરીને તેણે પહેલા જ પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આનાથી તેનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવ્યો અને તેણે પોતાની જાત પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું. આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે, તેણે IITમાં ગણિતમાં E ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે તે UPSCમાં આ વિષયમાં ટોપર હતો.

IPS અમિત લોઢાના દાદા IAS અધિકારી હતા. તેથી જ અમિત હંમેશા men in uniform’થી પ્રભાવિત રહેતો હતો. અમિત બિહારમાં પોસ્ટિંગ પહેલા રાજસ્થાનમાં પોસ્ટેડ હતો. લોકો પ્રત્યેના તેમના વર્તને તેમને લોકપ્રિય બનાવ્યા. આનું ઉદાહરણ એ છે કે, તેણે લોકોને કહ્યું કે જો તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ તેમની લેન્ડલાઈન પર સીધો કોલ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">