સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : દીકરીઓને મળ્યો વધુ એક અધિકાર, હવે આપી શકશે NDA ની પરીક્ષા
કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી એક રિટ પિટિશનમાં વચગાળાનો આદેશ પસાર કરીને સુપ્રીમ કોર્ટે મહિલા ઉમેદવારોને NDAની પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ આપ્યો છે.
મહિલા ઉમેદવારોને NDAની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં પર સુનાવણી કરતા કોર્ટે બુધવારે સેનાને ઠપકો આપ્યો હતો.સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે તે એક નીતિગત નિર્ણય છે, જેના પર ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને હ્રીષિકેશ રોયની ડિવિઝન બેંચે કહ્યું કે આ નીતિનો નિર્ણય “લિંગ ભેદભાવ” પર આધારિત છે.
જે બાદ કોર્ટે પોતાનો વચગાળાનો આદેશ પસાર કરીને 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ની પરીક્ષામાં મહિલાઓને હાજર રહેવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે પ્રવેશ કોર્ટના અંતિમ આદેશને આધીન રહેશે.કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી એક રિટ પિટિશનમાં વચગાળાનો આદેશ પસાર કરીને સુપ્રીમ કોર્ટે(Supreme Court) મહિલા ઉમેદવારોને NDAની પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ આપ્યો છે.
Supreme Court orders allowing women to take the National Defence Academy (NDA) exam scheduled for September 5th. The Apex Court says that admissions will be subject to the final orders of the court pic.twitter.com/8YVgaxz5O8
— ANI (@ANI) August 18, 2021
અરજદારે તેને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું
અરજીમાં કહેવામાં આવ્યું છે કે 10+2 સ્તરનું શિક્ષણ ધરાવતા મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે નેશનલ ડિફેન્સ એકેડેમી (National Defence Academy) અને નેવલ એકેડેમીની(Naval Academy) પરીક્ષા દેવાની તકથી વંચિત રાખવામાં આવે છે.જ્યારે, 10+2 સ્તરનું શિક્ષણ ધરાવતા સમાન પુરૂષ ઉમેદવારોને પરીક્ષામાં ઉપસ્થિત રહેવાની અને લાયકાત મેળવ્યા બાદ ભારતીય સશસ્ત્ર દળોમાં (Indian Armed Forces ) કાયમી કમિશંડ અધિકારીઓ તરીકે નિમણૂકની તાલીમ મેળવવા માટે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં જોડાવાની તક મળે છે.આ જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતાના મૂળભૂત અધિકાર અને જાતિના આધારે થતા ભેદભાવથી રક્ષણની સમાનતાના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.