Agnipathvayu: વાયુસેના અગ્નિવીર ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, અહીંથી કરો ડાઉનલોડ

વાયુસેનામાં અગ્નિવીરોની ભરતીની (Agnipath Scheme) પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા સિટી અને ડેટની ડિટેલ પહેલેથી જ જણાવી છે. વાયુસેના અગ્નિવીરની પરીક્ષા 24મી જુલાઈથી શરૂ થઈ રહી છે.

Agnipathvayu: વાયુસેના અગ્નિવીર ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, અહીંથી કરો ડાઉનલોડ
Agniveer Vayu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 5:57 PM

અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી માટેની 24 જુલાઈથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પરીક્ષા પહેલા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. વાયુસેના અગ્નિવીર માટે અરજી કરનાર ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. વેબસાઇટ agnipathvayu.cdac.in પર એડમિટ કાર્ડ ઉપલબ્ધ છે. પરીક્ષા સિટી અને ડેટની ડિટેલ્સ પહેલાથી જ જણાવી દીધી છે. વાયુસેના (Air Force) અગ્નિવીર પરીક્ષા 24 જુલાઈથી શરૂ થશે અને 30 જુલાઈ સુધી ચાલશે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી તમામ નિયમો ધ્યાનથી વાંચવા જોઈએ.

પહેલી વખત અગ્નિપથ યોજના હેઠળ વાયુસેનાની પહેલી પરીક્ષા થવા જઈ રહી છે. આ પરીક્ષામાં લગભગ 7,49,899 ઉમેદવારો હાજર રહેશે. પરીક્ષામાં એડમિટ કાર્ડ સાથે આઈડી પ્રૂફ લઈને જાઓ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી રહેશે. પરીક્ષામાં 12મા સીબીએસસી સિલેબસના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ હશે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે.

Agnipathvayu Admit Card Download Link

વાયુસેના અગ્નિવીર ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

વાયુસેના અગ્નિવીર એડમિટ કાર્ડ માટે agnipathvayu.cdac.in પર જાઓ.

આ પણ વાંચો

હોમપેજ અને લોગિન પેજની પર જઈને સાઇન અપ કરો.

તે પછી એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.

હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.

ત્રણ ફેઝમાં થશે વાયુસેના અગ્નિવીરોની પરીક્ષા

અગ્નિવીરોની પહેલી પરીક્ષા આવતીકાલે એટલે કે 24 જુલાઈના રોજ લેવામાં આવશે. યુપીના કાનપુરમાં 17 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. એક શિફ્ટમાં 175 વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે. પરીક્ષાનું ત્રણ શિફ્ટમાં આયોજન કરવામાં આવશે. ત્રણ સ્તરની કસોટી પછી ઉમેદવારોને આખરે 11મી ડિસેમ્બર 2022ના રોજ અગ્નિવીર વાયુ સેવા તરીકે સિલેક્ટ કરવામાં આવશે. પરીક્ષા ત્રણ ચરણમાં થશે. પહેલા લેખિત કસોટી, ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ. અગ્નિપથ યોજના હેઠળ વાયુસેના ભરતીની પહેલી પરીક્ષા યોજાઈ રહી છે.

Airforce Agniveer Exam Pattern: અગ્નિવીર વાયુ પરીક્ષાની વિગતો

આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો માટે સૌ પ્રથમ ઓનલાઈન પરીક્ષા (Online Exam) લેવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપ (MCQs)ની હશે. નોંધનીય છે કે વિજ્ઞાન વિષયો અને વિજ્ઞાન વિષય સિવાયના અન્ય વિષયો પસંદ કરનાર ઉમેદવારો માટેની ઓનલાઈન પરીક્ષા એક જ સિસ્ટમ પર એક બેઠકમાં લેવામાં આવશે. આ સંદર્ભમાં ભારતીય વાયુસેના દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">