Zaggle Prepaid Ocean Services IPO : જાણો ફિનટેક કંપનીના IPO વિશે સંપૂર્ણ માહિતી આ 8 મુદ્દાઓ દ્વારા
Zaggle Prepaid Ocean Servicesની ની પ્રારંભિક જાહેર ઓફર (Zaggle Prepaid Ocean Services IPO) આજે ગુરુવાર 14મી સપ્ટેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. કંપનીના શેર BSE અને NSE બંને સૂચકાંકો પર લિસ્ટ થવાના છે.
Zaggle Prepaid Ocean Servicesની ની પ્રારંભિક જાહેર ઓફર (Zaggle Prepaid Ocean Services IPO) આજે ગુરુવાર 14મી સપ્ટેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. કંપનીના શેર BSE અને NSE બંને સૂચકાંકો પર લિસ્ટ થવાના છે. આ 8 મુદ્દામાં Zaggle Prepaid Ocean Services IPO ને સમજીએ…
- Zaggle Prepaid Ocean Servicesનો વ્યવસાય જાણીએ તો આ કંપની B2B2C સેગમેન્ટમાં સક્રિય છે. આ સેગમેન્ટમાં ખૂબ જ ઓછી સંખ્યામાં કંપનીઓ હાજર છે જે નાણાકીય ટેક્નોલોજી સંબંધિત વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે.
- Zaggle Prepaid Ocean Servicesની સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતના ફિનટેક ઇકોસિસ્ટમમાં સતત વૃદ્ધિ થઈ રહી છે અને એવો અંદાજ છે કે આ બજારની આવક નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં રૂ. 8.34 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
- Zaggle Prepaid Ocean Services IPO ના કદ ઉપર નજર કરીએ તો આ IPO હેઠળ કંપની રૂ. 392 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. તે જ સમયે, કંપનીના પ્રમોટર્સ, રોકાણકારો અને અન્ય શેરધારકો 1.04 કરોડ શેર ઓફર કરશે.
- Zaggle Prepaid Ocean Service ની પ્રાઇસ બેન્ડ મુજબ કંપનીએ આ IPO માટે શેર દીઠ રૂ. 156-164ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને રોકાણકારો એક લોટમાં ઓછામાં ઓછા 90 શેર માટે બિડ કરી શકશે.
- Zaggle Prepaid Ocean Services IPOના માળખા મુજબ આ ઈશ્યુ હેઠળ લાયકાત ધરાવતા સંસ્થાકીય રોકાણકારો માટે 75 ટકા શેર આરક્ષિત છે. 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. તે જ સમયે 10 ટકા શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.
- Zaggle Prepaid Ocean Servicesનું નાણાકીય પ્રદર્શન કેવું રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ શોધતા જણવા મળી રહ્યું છે કે આ વર્ષે માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક રૂપિયા 553 કરોડ હતી. તે જ સમયે, કંપનીનો ચોખ્ખો નફો 22.9 કરોડ રૂપિયા રહ્યો.
- Zaggle Prepaid Ocean Services IPO નું GMP હજુ અનશ્ચિત છે. બજાર વિશ્લેષકોનું કહેવું છે કે અનલિસ્ટેડ માર્કેટમાં IPOના GMP અંગે હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી.
- આ IPO ના બુક-રનિંગ લીડ મેનેજર ICICI સિક્યોરિટીઝ, એક્વિરસ કેપિટલ, IIFL સિક્યોરિટીઝ અને જેએમ ફાઇનાન્શિયલ ઇશ્યૂના રનિંગ લીડ મેનેજર છે.