સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પગારમાં થશે વધારો
કેન્દ્ર સરકારના બેઝિક સેલેરીની ગણતરી માટેના ફોર્મ્યુલામાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાથી લગભગ 48 લાખ કર્મચારીઓને ફાયદો થશે. તેઓના બેઝિક સેલેરીમાં વધારાને કારણે તેમને મળનારા ભથ્થામાં પણ વધારો થશે. સરકાર આગામી 2024 ની ચૂંટણી પહેલા તેની જાહેરાત કરવા માંગે છે. જેથી કર્મચારીઓને ચૂંટણી પહેલા લાભ મળી શકે.
1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે. વચગાળાના બજેટ બાદ લોકસભાની ચૂંટણી યોજાશે. તેથી સરકાર નોકરી કરતા પગારદાર લોકોને આકર્ષવા માટે મોટી જાહેરાતો કરી શકે છે. સરકારી કર્મચારીઓ ઘણા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માગ કરી રહ્યા છે. તેથી જો આ વધારો થશે તો કર્મચારીઓને મળતો બેઝિક સેલેરી વધશે.
ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે પગાર
સરકારી કર્મચારીઓને આશા છે કે આ વખતે બજેટમાં સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની જાહેરાત કરશે. નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે, ત્યારે સરકારી કર્મચારીઓને એવી આશા છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. કર્મચારી સંગઠન લાંબા સમયથી સરકાર પાસે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માગ કરી રહ્યું છે. સરકારી કર્મચારીઓનો પગાર ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે.
જાણો કેવી રીતે કેવી રીતે કરવામાં આવે છે પગારની ગણતરી
અત્યારે ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા છે. તેનો અર્થ એ થયો કે ધારો કે કોઈ વ્યક્તિને 4200 ગ્રેડ પેમાં 15,500 રૂપિયાનો બેઝિક સેલેરી મળે છે, તો તેનો કુલ પગાર 15,500 × 2.57 = 39,835 રૂપિયા થશે. કર્મચારી સંગઠન ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 કરવાની માગ કરી રહ્યું છે. આ વધારા બાદ લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થશે.
48 લાખ સરકારી કર્મચારીઓને થશે ફાયદો
કેન્દ્ર સરકારના બેઝિક સેલેરીની ગણતરી માટેના ફોર્મ્યુલામાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાથી લગભગ 48 લાખ કર્મચારીઓને ફાયદો થશે. તેઓના બેઝિક સેલેરીમાં વધારાને કારણે તેમને મળનારા ભથ્થામાં પણ વધારો થશે. સરકાર આગામી 2024 ની ચૂંટણી પહેલા તેની જાહેરાત કરવા માંગે છે. જેથી સરકારી કર્મચારીઓને ચૂંટણી પહેલા લાભ મળી શકે.
આ પણ વાંચો : નિફ્ટીમાં 4000 પોઈન્ટ સુધીનો મોટો ઘટાડો થઈ શકે, જાણો શું છે પેટર્ન ઓફ ડૂમ
નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. તેમણે 5 જુલાઈ, 2019 ના રોજ તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી સરકારમાં સીતારમણને નાણામંત્રી બનાવ્યા હતા.