World’s First Flying Car : ટૂંક સમયમાં વિશ્વની પહેલી ઊડતી કારમાં સફર માણી શકાશે, કિંમત જાણી નક્કી કરો તે પરવડે તેમ છે કે નહીં? જુઓ Video

World’s First Flying Car :  તમે ટૂંકી સફર માટે જાઓ કે લોંગ ડ્રાઈવ પર જાઓ ટ્રાફિક જામ કોઈને પસંદ નથી. જો કે, ઘણીવાર લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે જેના કારણે તેમનો કિંમતી સમય વેડફાય છે. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે કારણ કે ફ્લાઈંગ કાર(Flying Car) બજારમાં આવવાની છે.

World’s First Flying Car : ટૂંક સમયમાં વિશ્વની પહેલી ઊડતી કારમાં સફર માણી શકાશે, કિંમત જાણી નક્કી કરો તે પરવડે તેમ છે કે નહીં? જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 9:58 AM

World’s First Flying Car :  તમે ટૂંકી સફર માટે જાઓ કે લોંગ ડ્રાઈવ પર જાઓ ટ્રાફિક જામ કોઈને પસંદ નથી. જો કે, ઘણીવાર લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે જેના કારણે તેમનો કિંમતી સમય વેડફાય છે. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે કારણ કે ફ્લાઈંગ કાર(Flying Car) બજારમાં આવવાની છે. વિશ્વની પ્રથમ ઉડતી કાર Alef Model A  ને અમેરિકામાં વિશેષ ઉડાન મંજૂરી મળી છે. આ મંજૂરી મેળવનારી તે વિશ્વની પ્રથમ કાર છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત Alef Model A ફ્લાઈંગ કાર બનાવી છે.

Alef ફ્લાઈંગ કાર માટેનું બુકિંગ ગયા વર્ષના ઓક્ટોબરથી શરૂ થયું છે. આ એક ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર(Electric Flying Car) છે જે માત્ર રોડ પર જ  નહીં  પરંતુ આકાશમાં પણ મુસાફરી કરે છે. જો કે ઘણી કંપનીઓ ફ્લાઈંગ કાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ અલેફ મોડલ એ પહેલી ફ્લાઈંગ કાર છે જેને અમેરિકી સરકાર તરફથી આવી પરવાનગી મળી છે.

LIC ની આ યોજનામાં તમને મળશે દર મહિને 15,000 રૂપિયા
Beer Health Effect : 21 દિવસ સુધી સતત બીયર પીવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘી માં તળીને ખાવાથી આ તમામ બીમારીઓનો જડમૂળમાંથી થશે નાશ
અનુભવી ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ
નીતા અંબાણીએ જણાવ્યું Ambani Family માટે જામનગર કેમ ખાસ છે ?
જુની સાડીમાંથી બનાવો નવી ડિઝાઇનના ડ્રેસ, જુઓ photo

 ઉડતી કારની ડિઝાઇન કેવી છે ?

આ ફ્લાઈંગ કારને સેલિબ્રિટી ડિઝાઈનર હિરાશ રાજગીએ ડિઝાઈન કરી છે. તેણે બુગાટી અને જગુઆર માટે મોડલ પણ ડિઝાઇન કર્યા છે. અલેફ મોડલ Aની ડિઝાઇન રેટ્રો-ફ્યુચરિસ્ટિક થીમ પર આધારિત છે. તેનું શરીર કાર્બન ફાઈબરથી બનેલું છે.

આ ઉપરાંત પાંખો પણ બોડી સાથે જોડાયેલ છે અને ગુલ-વિંગ દરવાજા, કવર્ડ વ્હીલ વેલ, સ્ટાઇલિશ રિમ્સ જેવી સુવિધાઓ પણ દૃશ્યમાન છે.

ફ્લાઈંગ કાર કેવી રીતે ઉડશે ?

આ ઉડતું ફોર-વ્હીલર સીધું હવામાં ઊડી શકે છે જ્યારે ફ્લાઈંગ મોડ એક્ટિવેટ થાય છે ત્યારે કોકપિટમાં એક કે બે સીટ 90 ડિગ્રી ફરે છે. તેની રચના બે પાંખવાળા બાયપ્લેન જેવી છે. તમે મોડલ Aને કોઈપણ દિશામાં ઉડી શકો છો. આ ઉડતી કાર આગળ, પાછળ, ઉપર, નીચે, જમણે, ડાબે, દરેક જગ્યાએ ઉડી શકે છે.

 સંપૂર્ણ ચાર્જમાં 177km ઉડાન ભરશે

મોડલ A ઇલેક્ટ્રિક ફ્લાઇંગ કાર આઠ મોટરો દ્વારા સંચાલિત છે. તે ડિટેક્શન સિસ્ટમ અને પેરાશૂટ સાથે આવે છે. અલેફની ફ્લાઈંગ કાર ફુલ ચાર્જ પર 321.8km દોડશે જ્યારે 177km ઉડાન ભરશે.

ફ્લાઈંગ કારની કિંમત

તેનું હાઇડ્રોજન વર્ઝન પણ દસ્તક આપી શકે છે. મોડલ Aની કિંમત $299,999 (અંદાજે ₹2.46 કરોડ) છે. તેનું ઉત્પાદન 2025 ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે અને તે પછી ડિલિવરી શરૂ થશે.

અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
g clip-path="url(#clip0_868_265)">