AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રક્ષાબંધનના દિવસે શેર માર્કેટ બંધ રહેશે ? જાણો સ્ટોક માર્કેટ કેલેન્ડર

સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા અને સ્ટોક માર્કેટમાં રસ ધરાવતા લોકો જાણતા જ હોય છે કે શનિ-રવિ સિવાયની કેટલીક રજાઓ એવી હોય છે જેમાં શેર બજાર બંધ રહે છે, જેમાંથી કેટલીક સરકારી રજા હોય છે જેમકે ગાંધી જયંતી તો કેટલીક તહેવારની રજા હોય છે જેમ કે દિવાળી, આજે અમને તમને સ્ટોક માર્કેટના કેલેન્ડર વિશે જણાવીશું.

શું રક્ષાબંધનના દિવસે શેર માર્કેટ બંધ રહેશે ? જાણો સ્ટોક માર્કેટ કેલેન્ડર
Raksha Bandhan
| Updated on: Aug 17, 2024 | 12:40 PM
Share

રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ વખતે રક્ષાબંધન 19 તારીખ અને સોમવારે ઉજવવામાં આવશે. રક્ષાબંધન 2024 પર શેરબજાર બંધ રહેશે કે ટ્રેડિંગ થશે તે અંગે શેરબજારના રોકાણકારો મૂંઝવણમાં છે. NSE પર ઉપલબ્ધ રજાઓની યાદી અનુસાર, રક્ષાબંધન પર શેરબજાર ખુલ્લું રહેશે. શેરબજારમાં રક્ષાબંધનની રજા નથી. એનએસઈના હોલિડે કેલેન્ડર મુજબ શનિવાર અને રવિવાર સિવાય તમામ દિવસોમાં શેરબજાર ખુલ્લું રહેશે. આ પહેલા 15 ઓગસ્ટે શેરબજાર બંધ હતું.

શેરબજાર કયા દિવસે બંધ રહેશે?

શેરબજારની રજાઓની યાદી મુજબ મહાત્મા ગાંધી જયંતિ 02 ઓક્ટોબર, 2024 બુધવાર, દિવાળી લક્ષ્મી પૂજા 01 નવેમ્બર, 2024 શુક્રવાર, ગુરુનાનક જયંતિ 15 નવેમ્બર, 2024 શુક્રવાર, ક્રિસમસ ડિસેમ્બર 25, 2024 બુધવાર શેરબજારમાં રજા રહેશે.

શનિવાર/રવિવારે આવતી રજાઓની યાદી

ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ 14 એપ્રિલ, 2024 રવિવાર શ્રી મહાવીર જયંતિ 21 એપ્રિલ, 2024 રવિવાર ગણેશ ચતુર્થી 07 સપ્ટેમ્બર, 2024 શનિવાર દશેરા 12 ઓક્ટોબર, 2024 શનિવાર દિવાળી-બલિપ્રતિપદા 02 નવેમ્બર, 2024 શનિવાર

Bank Holidays Saturday 2024:: શું બેંકો આવતીકાલે, શનિવાર 17મી ઓગસ્ટ 2024ના રોજ બંધ રહેશે? આવતીકાલે ઓગસ્ટનો ત્રીજો શનિવાર છે. રાજ્યના આધારે રાષ્ટ્રીય અને જાહેર રજાઓને કારણે ભારતમાં બેંકો બંધ રહે છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, ભારતમાં બેંકો મહિનાના રવિવાર, બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. જ્યારે બેંકોમાં પહેલા, ત્રીજા અને પાંચમા દિવસે કામ થાય છે. જો તમે પણ આજે બેંકની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણો કે શાખાઓ ખુલશે કે બંધ રહેશે.

આવતીકાલે, શનિવાર, 17 ઓગસ્ટ, 2024 ના રોજ બેંકોમાં કામ થશે. આ ઓગસ્ટ મહિનાનો ત્રીજો શનિવાર છે. મહિનાના ત્રીજા શનિવારે બેંકની શાખાઓ ખુલ્લી રહે છે. તમને જણાવી દઈએ કે દર મહિનાના રવિવાર, બીજા શનિવાર અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. 1લા, 3જા અને 5મા શનિવારે બેન્કનું કામ ચાલું રહે  છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">