AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હવે કોલસાની ક્વોલિટીના આધાર પર વસૂલવામાં આવશે ગ્રીન સેસ, જાણો શું છે સરકારનો પ્લાન

કોલસા મંત્રાલયે (COAL MINISTRY) એવી ભલામણ કરી છે કે કોલસા પર વસુલવામાં આવતો ગ્રીન સેસ કોલસાની ક્વોલિટી અને કિંમતના આધાર પર નક્કી કરવામાં આવવો જોઈએ.

શું હવે કોલસાની ક્વોલિટીના આધાર પર વસૂલવામાં આવશે ગ્રીન સેસ, જાણો શું છે સરકારનો પ્લાન
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 4:33 PM
Share

હવે ભારતમાં કોલસા (Coal)ની ક્વોલિટીના આધાર પર ગ્રીન સેસ (Green Cess) લગાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ખરાબ ક્વોલિટીના કોલસા પર કંપનીઓ પાસેથી વધારે ગ્રીન સેસ વસૂલ કરે છે, જ્યારે સારી ક્વોલિટીનો કોલસો આપનારી કંપનીઓને રાહત આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

કોલસાની ક્વોલિટી અને કિંમત પર આધારિત હોય ગ્રીન સેસ

કોલસા મંત્રાલયે (COAL MINISTRY) એવી ભલામણ કરી છે કે કોલસા પર વસુલવામાં આવતો ગ્રીન સેસ કોલસાની ક્વોલિટી અને કિંમતના આધાર પર નક્કી કરવામાં આવવો જોઈએ. કોલસા મંત્રાલયે પોતાની ભલામણોમાં કહ્યું કે સારી ક્વોલિટીના કોલસા પર ઓછો ગ્રીન સેસ વસૂલવામાં આવવો જોઈએ અને ખરાબ ક્વોલિટીના કોલસા પર વધારે ગ્રીન સેસ વસૂલવામાં આવવો જોઈએ. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં તમામ ગ્રેડના કોલસા પર સમાન સેસ વસૂલવામાં આવે છે.

હાલમાં તમામ ગ્રેડના કોલસા પર 400 રૂપિયા પ્રતિ ટન ગ્રીન સેસ વસૂલવામાં આવે છે

હાલમાં કોલસા પર 400 રૂપિયા પ્રતિ ટનના હિસાબથી ગ્રીન સેસ લગાવવામાં આવે છે. તેની સાથે જ કોલસા મંત્રાલયે નાણા મંત્રાલય પાસે માંગ કરી છે કે તેના આ પ્રસ્તાવને GST કાઉન્સીલમાં પણ રાખવામાં આવે. તમને જણાવી દઈએ કે આગામી વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં જ જીએસટી કાઉન્સીલની બેઠક પણ થવા જઈ રહી છે. ત્યારે બીજી તરફ કોલસા કંપનીઓએ સરકાર પાસે માંગ કરી છે કે જુલાઈ 2022થી કોલસા પર ગ્રીન સેસની વસૂલાતને ખત્મ કરી દેવામાં આવે. જુલાઈ 2022માં કોલસા પર ગ્રીન સેસની વસૂલાતને 5 વર્ષ પૂરા થઈ જશે.

શું હોય છે સેસ

સેસ એક પ્રકારનો નાનો ટેક્સ હોય છે, જે મોટા ટેક્સ પર વસૂલવામાં આવે છે. સરકારી આવકમાં વધારો અને દેશહિત માટે કોઈ પરિયોજનાઓને પૂર્ણ કરવા માટે સરકાર કોઈ વસ્તુ પર સેસ લગાવે છે અને એક સમય બાદ તેને વસૂલવાનો બંધ કરી દે છે.

આ પણ વાંચો: દેશભરમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર દરોડા, ગુરુગ્રામ-દિલ્હી-મુંબઈ અને બેંગ્લોરની ઓફિસો પર સર્ચ ઓપરેશન

આ પણ વાંચો: Right to Education: તમામ વિદ્યાર્થીઓ માટે સમાન અભ્યાસક્રમની માંગ, શિક્ષણ અધિકાર સામે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">