ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપવા સામેના તેમના મંતવ્યો પુનરોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ નાણાકીય સિસ્ટમ માટે ગંભીર ખતરો છે કારણ કે તેઓ કેન્દ્રીય બેંકો દ્વારા નિયંત્રિત નથી.

ભારતમાં ટૂંક સમયમાં Cryptocurrency કાયદો આવશે? Virtual Currency દેશ માટે ખતરો બનવાના ભય વચ્ચે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક
Prime Minister Narendra Modi
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Nov 14, 2021 | 9:03 AM

ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)માં રોકાણ પર જંગી વળતરના ભ્રામક દાવા અંગેની ચિંતાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આ મુદ્દે આવશ્યક પગલાં ભરવા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા અનિયંત્રિત બજારોને મની લોન્ડરિંગ (Money Laundering) અને આતંકવાદી ધિરાણ(terrorism funding)નો સ્ત્રોત બનવાની મંજૂરી આપી શકાય નહીં.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં ભારપૂર્વક કહેવાયું હતું કે અતિશયોક્તિભર્યા વચનો અને બિનપારદર્શક જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો બંધ કરવા જરૂરી છે. તેમણે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં આ અંગે મજબૂત નિયમનકારી પગલાં લેવામાં આવશે.

સરકાર નજર રાખવા માટે ટેક્નોલોજી વિકસાવી રહી છે એક સૂત્રએ જણાવ્યું કે, સરકાર વાકેફ છે કે આ એક વિકસતી ટેકનોલોજી છે. તે આના પર નજીકથી નજર રાખશે અને જરૂરી પગલાં લેશે. સરકાર દ્વારા આ ક્ષેત્રમાં લેવાયેલા પગલાઓ પ્રગતિશીલ અને આગળની વિચારસરણીના હશે તે અંગે પણ સહમતિ સધાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર નિષ્ણાતો અને અન્ય હિતધારકો સાથે સક્રિયપણે જોડાશે. આ વિષય ભૌગોલિક સીમાઓથી ઉપર છે એવું અનુમાન છે કે તેને વૈશ્વિક ભાગીદારી અને સામૂહિક વ્યૂહરચનાઓની પણ જરૂર પડશે. ક્રિપ્ટોકરન્સી અને સંબંધિત મુદ્દાઓ માટે આગળના માર્ગ પર મીટિંગ સકારાત્મક હતી.

RBI, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની બેઠકમાં હાજરી RBI, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલયે આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને દેશ અને વિશ્વના નિષ્ણાતોની સલાહ પણ લીધી હતી અને વિશ્વભરના ઉદાહરણોને ધ્યાનમાં લીધા હતા. આરબીઆઈએ વારંવાર ક્રિપ્ટોકરન્સી સામે તેના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો છે અને કહ્યું છે કે તે દેશના મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. કેન્દ્રીય બેંકે તેમની બજાર કિંમત પર પણ શંકા વ્યક્ત કરી છે.

ક્રિપ્ટોકરન્સી સેન્ટ્રલ બેંકો દ્વારા નિયંત્રિત નથી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે ક્રિપ્ટોકરન્સીને મંજૂરી આપવા સામેના તેમના મંતવ્યો પુનરોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ નાણાકીય સિસ્ટમ માટે ગંભીર ખતરો છે કારણ કે તેઓ કેન્દ્રીય બેંકો દ્વારા નિયંત્રિત નથી. ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈની આંતરિક પેનલનો રિપોર્ટ આવતા મહિને અપેક્ષિત છે.

આ પણ વાંચો :  IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે

આ પણ વાંચો : પેંશનર્સ માટે અગત્યના સમાચાર : વહેલી તકે પતાવીલો આ કામ નહીંતર અટકી શકે છે પેન્શન, જાણો વિગતવાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati