Credit Card : શું તમે ક્યારેય વિચાર્યું કે ક્રેડિટ કાર્ડમાં 16 ડિજિટ કેમ હોય છે? જાણો તેની પાછળનું કારણ

|

Jun 24, 2024 | 2:14 PM

Credit Card Rules : શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ક્રેડિટ કાર્ડ નંબરની સંખ્યા માત્ર 16 છે અને આ નંબરોનો અર્થ શું છે? જો તમે પણ આનાથી અજાણ હોવ તો આજે આ માહિતીથી તમને તેના વિશે જાણકારી મળી રહેશે.

Credit Card : શું તમે ક્યારેય વિચાર્યું કે ક્રેડિટ કાર્ડમાં 16 ડિજિટ કેમ હોય છે? જાણો તેની પાછળનું કારણ
Credit Card

Follow us on

Credit Card Rules : ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણી વખત લોકો પાસે તરત જ વસ્તુ ખરીદવા માટે પૈસા નથી હોતા. આવી સ્થિતિમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પહેલા ખરીદી કરી શકાય અને પછી ચૂકવણી કરી શકાય. આ સિવાય EMI પર ખરીદી કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ આજકાલ સામાન્ય બની ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્રેડિટ કાર્ડ નંબરની સંખ્યા માત્ર 16 જ કેમ છે અને આ નંબરોનો અર્થ શું છે? તો આજે અમે તમને તેના વિશે જણાવશું.

ક્રેડિટ કાર્ડ પર 16 અંકો શા માટે છે?

ક્રેડિટ કાર્ડ પર 16 અંકો છે, જે કાર્ડની આગળની બાજુએ હોય છે. આ સાથે કાર્ડ પર CVV કોડ અને એક્સપાયરી ડેટ પણ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ બધી માહિતી યોગ્ય રીતે દાખલ કર્યા પછી જ કોઈપણ ચુકવણી શક્ય છે.

1. મેજર ઈન્ડસ્ટ્રી આઈડેન્ટિફાયર (MII) :

વાસ્તવમાં, અમે તમને જણાવી દઈએ કે ક્રેડિટ કાર્ડનો પહેલો અંક દર્શાવે છે કે કાર્ડ કઈ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેને મેજર ઈન્ડસ્ટ્રી આઈડેન્ટિફાયર (MII) કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે..

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

જો ક્રેડિટ કાર્ડનો પહેલો અંક 4 છે, તો તે વિઝા દ્વારા જાહેર કરવામાં આવે છે.

  • જો કાર્ડના પહેલા અંક 5 છે, તો તે માસ્ટરકાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
  • અને જો પહેલા અંક 6 છે, તો તે RuPay કાર્ડ દર્શાવે છે.

2. Issuer Identification Number (IIN) અથવા બેંક ઓળખ નંબર (BIN):

તમને જણાવી દઈએ કે ક્રેડિટ કાર્ડના પહેલા 6 અંકો દર્શાવે છે કે કઈ નાણાકીય સંસ્થા અથવા બેંક દ્વારા કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે તેને ઇશ્યુઅર આઇડેન્ટિફિકેશન નંબર (IIN) અથવા બેંક આઇડેન્ટિફિકેશન નંબર (BIN) કહેવામાં આવે છે.

3. વ્યક્તિગત ક્રેડિટ કાર્ડ નંબર :

જ્યારે આપણે 7 થી 15 અંકો વિશે વાત કરીએ તો તે દર્શાવે છે કે તમારો ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ નંબર શું છે. વાસ્તવમાં આ નંબર બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે જેણે તમને ક્રેડિટ કાર્ડ આપ્યું છે. આ અંકો તમારા એકાઉન્ટને વ્યક્તિગત રીતે ઓળખવા માટે છે.

4. છેલ્લા અંકનું મહત્વ :

આ સાથે ક્રેડિટ કાર્ડનો 16મો અને છેલ્લો અંક ચેક અંક તરીકે ઓળખાય છે. આ નંબર સમગ્ર ક્રેડિટ કાર્ડ નંબરની માન્યતા તરીકે કામ કરે છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ નકલી ક્રેડિટ કાર્ડ ન બનાવી શકે. આ કાર્ડ નંબરની પ્રામાણિકતાની ખાતરી કરે છે.

Next Article