RATAN TATA ની કંપનીની જવાબદારી કોને સોંપાશે? તે જાણો બે મોટા દાવેદાર વિશે અહેવાલમાં

સ્ટીલથી લઈને સોફ્ટવેર સુધીના બિઝનેસમાં અગ્રગણ્ય ટાટા ગ્રુપની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની ટાટા સન્સ(Tata Sons) ના બોર્ડમાં કેટલાક હોદ્દાઓ ખાલી પડી રહ્યા છે.

  • Publish Date - 7:50 am, Wed, 2 June 21
RATAN TATA ની કંપનીની જવાબદારી કોને સોંપાશે? તે જાણો બે મોટા દાવેદાર વિશે અહેવાલમાં
Ratan Tata

સ્ટીલથી લઈને સોફ્ટવેર સુધીના બિઝનેસમાં અગ્રગણ્ય ટાટા ગ્રુપની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની ટાટા સન્સ(Tata Sons) ના બોર્ડમાં કેટલાક હોદ્દાઓ ખાલી પડી રહ્યા છે. આ ખાલી જગ્યાઓ માટે સિટી ઈન્ડિયાના પૂર્વ CEO પ્રમિત ઝવેરી અને ટાટા ગ્રૂપના નોએલ ટાટાને આ પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સૂત્રો અનુસાર ટાટા ગ્રુપ આગામી કેટલાક સમયમાં આ મામલે અંતિમ નિર્ણય લઈ શકે છે.

બોર્ડમાં સમાવેશ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે ટાટા સન્સ બોર્ડની મેમ્બર ફરીદા ખંભાતાની મુદત ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ત્યારબાદ ફરીદાને ટાટા સ્ટીલ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બંનેના બોર્ડમાં સ્થાન આપવા માટે વિચારણા કરી શકાય છે. બોર્ડની સ્થિતિ અંગે જોકે ટાટા સન્સે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

ઝવેરી લગભગ નવ વર્ષથી ભારતમાં સિટીબેંકના ભૂતપૂર્વ સીઈઓ રહ્યા છે. તેમણે 2019 માં બેંક છોડી હતી. ઝવેરી ગયા વર્ષના પ્રારંભમાં ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. પાછલા વર્ષમાં તે વિપ્રોના સ્થાપક અધ્યક્ષ, અઝીમ પ્રેમજી પરિવારનિઇન્વેસ્ટમેન્ટ બ્રાન્ચ પ્રેમજીઈન્વેસ્ટમાં જોડાયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ તેમને ટાટા સન્સના બોર્ડમાં પોતાના નોમિની બનાવવાની વિચારણા કરી રહ્યું છે. ટાટા સન્સના કેટલાક બોર્ડ સભ્યો નિવૃત્ત થવાના છે. ઝવેરીને તાજેતરમાં જ બુટિક ઇન્વેસ્ટમેન્ટ બેંક પીજેટી પાર્ટનર્સના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

નોએલ ટાટા 2019 માં ટ્રસ્ટી તરીકે જોડાયા હતા નોએલ ટાટા રતન ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે 2019 માં જોડાયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ડાયરેક્ટર તરીકે ટાટ સન્સના બોર્ડમાં સામેલ કરી શકાય છે. નોએલ હાલમાં ટ્રેન્ટ (વેસ્ટસાઇડ) અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ તેમજ ટાટા ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર અને ટાઇટન કંપનીના વાઇસ ચેરમેન છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati