Google માં કોને મળે છે સૌથી વધારે પગાર? જાણો એક દિવસમાં કેટલા લાખ રૂપિયા કમાય છે સુંદર પિચાઈ
એક્ઝિક્યુટિવ કોમ્પેન્સેશન રિસર્ચ ફર્મ ઈક્વિલરના જણાવ્યા મૂજબ ગયા ગૂગલના કર્મચારીનો એવરેજ સેલેરી $279,802 હતો. Google ની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈન્ક. ના CEO સુંદર પિચાઇ અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઇઓ છે. સુંદર પિચાઈને 226 મિલિયન ડોલરનો પગાર મળ્યો હતો.
Google ની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈન્ક. ના CEO સુંદર પિચાઇ અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઇઓ છે. ભારતીય મૂળના સુંદર પિચાઈને બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2022 માં 226 મિલિયન ડોલરનો પગાર મળ્યો હતો. તે મૂજબ ગણતરી કરીએ તો અંદાજે 16,63,99,058 રૂપિયા છે. આ ગણતરી અનુસાર, વર્ષ 2022 માં સુંદર પિચાઈને દરરોજ 6,39,996.38 એટલે કે 6.39 લાખ રૂપિયાનો પગાર મળ્યો હતો.
ગૂગલના કર્મચારીનો એવરેજ સેલેરી $279,802
એક્ઝિક્યુટિવ કોમ્પેન્સેશન રિસર્ચ ફર્મ ઈક્વિલરના જણાવ્યા મૂજબ ગયા ગૂગલના કર્મચારીનો એવરેજ સેલેરી $279,802 હતો. આ પહેલા વર્ષ 2021 માં કોર્પોરેટ અમેરિકામાં સૌથી વધારે કમાણી કરનાર વ્યક્તિ જેફ ગ્રીન હતા. ગ્રીન ડિજિટલ એડવર્ટાઇઝિંગ કંપની ધ ટ્રેડ ડેસ્કના CEO $835 મિલિયન મેળવ્યા હતા.
એક કલાકમાં કમાય છે 66,666.29 રૂપિયા
ભારતીય મૂળના સુંદર પિચાઈ વર્ષ 2004 થી ગૂગલમાં કામ કરી રહ્યા છે. તેમનો વાર્ષિક પગાર 16,63,99,058 રૂપિયા છે. તે અનુસાર, તેમનો મહિનાનો પગાર 1,38,66,588.17 રૂપિયા થાય છે. જો એક અઠવાડિયાના પગારની વાત કરીએ તો 31,99,981.88 રૂપિયા અને દરરોજનો પગાર 6,39,996.38 રૂપિયા થાય છે. તેઓ એક કલાકમાં 66,666.29 રૂપિયા કમાય છે.
$182 મિલિયનનું પેકેજ મળ્યું હતું
જો વર્ષ 2022માં અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારાની વાત કરીએ તો કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝના સ્ટીફન શેર બીજા સ્થાને રહ્યા હતા. તેઓને $182 મિલિયનનું પેકેજ મળ્યું હતું. આ યાદીમાં ત્રીજું નામ છે કસરત સાધન સામગ્રી કંપની પેલોટોન ઈન્ટરેક્ટિવના બેરી મેકકાર્થીનું, જેમને $168 મિલિયન મળ્યા હતા.
આ પણ વાંચો : HDFC બેંકની કંપનીનો IPO લાવવા માટે તૈયારી શરૂ, આઈપીઓ આવ્યા પહેલા જ ખરીદો તેના શેર, જાણો કેવી રીતે કરવી ખરીદી
લાઈવ નેશન એન્ટરટેઈનમેન્ટના CEO માઈકલ રેપિનોને $139 મિલિયનનું પેકેજ મળ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પિન્ટરેસ્ટના સીઈઓ વિલિયમ રેડીને $123 મિલિયન મળ્યા હતા. આઇફોન નિર્માતા એપલના સીઇઓ ટિમ કૂકને $99 મિલિયન ચૂકવવામાં આવ્યા હતા. આ યાદીમાં આગળનું નામ ડોક્યુસાઇનના એલન થિગસનનું છે જેને $85 મિલિયનનું પેકેજ મળ્યું હતું.