AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં

 સત્તાવાર વેબસાઇટ અનુસાર ટાટા ગ્રુપની 29 કંપનીઓ લિસ્ટેડ છે. જાન્યુઆરી 2021 થી અત્યાર સુધી આ કંપનીઓએ 6 લાખ કરોડની સંપત્તિ બનાવી છે જે દેશમાં કોઈ પણ ગ્રુપ દ્વારા ઉભી કરાયેલી આવકના મામલે સૌથી વધુ છે.

TATA-BIRLA-AMBANI અને ADANI પૈકી કોણે બનાવ્યા રોકાણકારોને સૌથી વધુ માલામાલ, વાંચો રસપ્રદ માહિતી અહેવાલમાં
Ratan Tata , Mukesh Ambani & Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 1:04 PM
Share

શેરબજાર હાલમાં સર્વોચ્ચ સ્તરે છે અને તેના કારણે તમામ કંપનીઓના વેલ્યુએશનમાં નોંધપાત્ર વધારો થયો છે. બજારની આ તેજીમાં રિલાયન્સ અને ટાટા ગ્રુપની કંપનીઓનો મોટો ફાળો રહ્યો છે. શેરબજારની ઝડપી વૃદ્ધિથી માત્ર કંપનીઓને જ ફાયદો થયો નથી પરંતુ તેના શેરધારકો અને રોકાણકારો પણ સમૃદ્ધ બન્યા છે.એક મીડિયા રિપોર્ટ મુજબ ટાટા ગ્રુપે તેના શેરધારકોને સૌથી વધુ રિટર્ન આપ્યું છે . રોકાણકારોને માલામાલ બનાવવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીજા ક્રમે છે.

રેવેન્યૂની દ્રષ્ટિએ ટાટા ગ્રુપ દેશની સૌથી મોટી કંપની સત્તાવાર વેબસાઇટ અનુસાર ટાટા ગ્રુપની 29 કંપનીઓ લિસ્ટેડ છે. જાન્યુઆરી 2021 થી અત્યાર સુધી આ કંપનીઓએ 6 લાખ કરોડની સંપત્તિ બનાવી છે જે દેશમાં કોઈ પણ ગ્રુપ દ્વારા ઉભી કરાયેલી આવકના મામલે સૌથી વધુ છે.રેવેન્યૂની દ્રષ્ટિએ ટાટા ગ્રુપ દેશની સૌથી મોટી કંપની છે. ટાટા ગ્રુપે આ વર્ષે તેના શેરધારકોને 40 ટકા રિટર્ન આપ્યું છે. મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ યાદીમાં બીજા નંબરે છે. રિલાયન્સ ગ્રુપની 9 કંપનીઓ લિસ્ટેડ છે અને તેણે કુલ 4 લાખ કરોડનું રિટર્ન આપ્યું છે. તેનું વળતર 28 ટકા છે. બજાજ ગ્રુપ આ યાદીમાં ત્રીજા ક્રમે અને ત્યારબાદ અનુક્રમે અદાણી ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ અને લાર્સન એન્ડ ટુબ્રો છે.

ટાટા ગ્રુપનો શેરહોલ્ડર બેઝ સૌથી વધુ આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટાટા ગ્રુપનો બિઝનેસ વૈવિધ્યસભર છે. તેનો શેરહોલ્ડર બેઝ પણ સૌથી મોટો છે અને કંપનીમાં 85 લાખ શેરધારકો છે. સેન્સેક્સે આ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકા રિટર્ન આપ્યું છે. ભારતના ટોપ -10 માં સાત બિઝનેસ ગ્રુપે માર્કેટ કેપના આધારે સારું પ્રદર્શન કર્યું છે. એચડીએફસી ગ્રુપે અંડર પર્ફોમન્સ કર્યું છે. હીરો મોટોકોર્પ, ઇન્ડિયાબુલ્સ અને કિશોર બિયાનીના નેતૃત્વવાળા ફ્યુચર ગ્રુપે તેમના રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યું છે. સેન્સેક્સે આ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકા વળતર આપ્યું છે.

રોકાણકારોના વિશ્વાસ દ્રષ્ટિએ ટાટા ગ્રુપ સૌથી આગળ ટાટા ગ્રુપની સૌથી મોટી તાકાત તેની સાથે જોડાયેલ વિશ્વાસ છે. ઇક્વિટી માસ્ટર દ્વારા હાથ ધરાયેલા સર્વે અનુસાર ટાટા ગ્રુપને વિશ્વાસના મામલામાં 66 ટકા મત મળ્યા છે. આ અગાઉ 2013 માં પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં તેને માત્ર 32 ટકા મત મળ્યા હતા. આ કિસ્સામાં 153 વર્ષ જુના આદિત્ય બિરલા ગ્રુપ બીજા ક્રમે આવ્યું અને તેને માત્ર 5 ટકા મતો મળ્યા. રિલાયન્સ ગ્રુપ ત્રીજા નંબરે હતું અને તેને માત્ર 4.7 ટકા મત મળ્યા હતા.

આ પણ વાંચો :  1 ઓક્ટોબરથી બદલાઈ રહયા છે આ 5 નિયમ, પેમેન્ટ અને ચેકબુકથી લઈ પગાર સુધી પડશે અસર

આ પણ વાંચો : High Return Stock : આ શેરે રોકાણકારોના 1 લાખ રૂપિયાને 3 મહિનામાં બનાવ્યા 15.98 લાખ, જાણો કંપની વિશે અહેવાલમાં

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">