આજના કારોબારમાં ક્યાં શેર રહ્યા આગળ અને ક્યાં શેર રહ્યા પાછળ, જાણો અહેવાલમાં

આજના કારોબારમાં ક્યાં શેર રહ્યા આગળ અને ક્યાં શેર રહ્યા પાછળ, જાણો અહેવાલમાં

ભારતીય શેરબજાર સતત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આજે સેન્સેક્સ 46,992.57 અને નિફટીએ 13,773.૨૫ સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું. આજના સ્ટોક અપડેટ્સ ઉપર નજર કરીએ તો નિફ્ટી ઈન્ડેક્સમાં ડિવિઝ લેબના શેરમાં 3% ની મજબૂતી રહી હતી. કંપનીની માર્કેટ કેપ પહેલીવાર 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. એચડીએફસી બેંક, એચડીએફસી અને બજાજ ફાઇનાન્સમાં […]

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Dec 17, 2020 | 5:53 PM

ભારતીય શેરબજાર સતત વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આજે સેન્સેક્સ 46,992.57 અને નિફટીએ 13,773.૨૫ સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું. આજના સ્ટોક અપડેટ્સ ઉપર નજર કરીએ તો નિફ્ટી ઈન્ડેક્સમાં ડિવિઝ લેબના શેરમાં 3% ની મજબૂતી રહી હતી. કંપનીની માર્કેટ કેપ પહેલીવાર 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. એચડીએફસી બેંક, એચડીએફસી અને બજાજ ફાઇનાન્સમાં પણ 2% નો ઉછાળો જોવા મળ્યો હતો. હિન્ડાલ્કોનો શેર 2% નીચે બંધ રહ્યો છે. મારુતિ અને કોલ ઈન્ડિયાના શેરમાં પણ 1% થી વધુનો ઘટાડો થયો છે.

બીજા સત્રમાં બર્ગર કિંગના શેરએ લોઅર સર્કિટ નોંધાવી હતી શેર 10% તૂટીને રૂ .179.35 પર બંધ રહ્યો હતો. આજે શરૂઆતી કારોબારમાં અપર સર્કિટને કારણે શેર 219.15 ના સ્તરને સ્પર્શ્યો હતો. સકારાત્મક સમાચારોને કારણે જેટ એરવેઝના શેરમાં પણ અપર સર્કિટ મળી છે. શેર 106.20 રૂપિયાના ભાવે બંધ થયો છે.

આજના કારોબારની હાઈલાઈટસ આ મુજબ રહી હતી

  • BSE માં શેર્સની વધઘટ સમાન ૫૦% રહી હતી
  • BSE ની માર્કેટ કેપ 185.20 લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી
  • 3,147 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો.
  • 1,386 કંપનીઓના શેર વધ્યા અને 1,584 કંપનીઓના શેર ઘટયા છે
  • 322 કંપનીઓના શેર એક વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 38 કંપનીઓના શેર નીચા સ્તરે નોંધાયા હતા.
  • 401 શેરોમાં અપર સર્કિટ અને 228 શેરોમાં લોઅર સર્કિટ નોંધાઈ છે

stock update of NIFTY50 index

NIFTY50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati