LIC IPOની શેરબજાર પર શું અસર થશે ? આ લિસ્ટિંગ રોકાણકારો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે
ભારતમાં અત્યારે વીમા વ્યવસાયમાં વિશાળ સંભાવના છે. ભારતનો ઇન્સ્યોરન્સ-ટુ-જીડીપી ગુણોત્તર માત્ર 3.7 ટકા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 7.23 ટકા છે. એવું માનવામાં આવે છે કે લિસ્ટિંગ પછી તે નિફ્ટી 50માં સામેલ થશે.
જીવન વીમા નિગમ (LIC IPO)ના IPO હાલ ચર્ચામાં છે. તાજેતરના અહેવાલ મુજબ, યુક્રેન સંકટના (Russia-Ukraine crisis) કારણે નબળા સેન્ટિમેન્ટને કારણે, ફક્ત 3.5 ટકા હિસ્સો વેચવા માટે વિચારવામાં આવી રહ્યો છે જેના દ્વારા 21 હજાર કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવશે. ભારતીય શેરબજાર માટે આ IPO ઘણી રીતે મહત્વપૂર્ણ છે. LIC ભારતની સૌથી મોટી વીમા કંપની છે. તેનો બજાર હિસ્સો બે તૃતીયાંશ કરતાં વધુ છે. તે વિશ્વની પાંચમી સૌથી મોટી વીમા કંપની છે.
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે LICનો સ્ટોક લિસ્ટ થશે ત્યારે કોઈ રોકાણકાર પોતાને રોકાણ કરતા રોકી શકશે નહીં. એવો કોઈ રોકાણકાર નહીં હોય કે જેના પોર્ટફોલિયોમાં આ સ્ટોક સામેલ ન હોય. જ્યારે પોર્ટફોલિયો તૈયાર થાય છે, ત્યારે નજર માર્કેટ લીડર કંપની પર હોય છે. LIC કરતાં કોણ મોટું માર્કેટ લીડર હોઈ શકે, જેનો બજાર હિસ્સો બે તૃતીયાંશ કરતાં વધુ છે.
વીમા ક્ષેત્રમાં વિશાળ સંભાવના
ભારતમાં અત્યારે વીમા વ્યવસાયમાં વિશાળ સંભાવના છે. ભારતનો ઇન્સ્યોરન્સ-ટુ-જીડીપી ગુણોત્તર માત્ર 3.7 ટકા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 7.23 ટકા છે. મતલબ કે હજુ પણ કરોડો લોકો પાસે વીમા પોલિસી નથી. આવી સ્થિતિમાં, જ્યારે નવા લોકો વીમો ખરીદે છે, ત્યારે LICને માર્કેટ લીડર હોવાનો લાભ મળશે.
કંપની નિફ્ટી 50માં સામેલ થશે
એવું માનવામાં આવે છે કે લિસ્ટિંગ પછી નિફ્ટી 50માં જોડાશે. માર્કેટ કેપના સંદર્ભમાં, તે ટોપ-5માં આવવાની તમામ શક્યતાઓ છે. આવી સ્થિતિમાં તે એક મોટી કંપનીને યાદીમાંથી બાકાત કરશે. રોકાણકારોના પોર્ટફોલિયો પર તેની અસર ચોક્કસપણે થશે.
કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વધુ જાણો
જ્યારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થાય છે, ત્યારે તેણે ત્રિમાસિક પરિણામો સાથે તેની નાણાકીય સ્થિતિ વિશે વિગતવાર માહિતી શેર કરવાની રહેશે. LICની કુલ સંપત્તિ 39 લાખ કરોડ રૂપિયા છે. આ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ સંપત્તિ કરતાં વધુ છે. આ સિવાય તે સરકારી બોન્ડ્સ અને ઈક્વિટી એસેટ્સમાં સૌથી મોટું રોકાણકાર છે. લિસ્ટિંગ બાદ આ તમામ બાબતોની સંપૂર્ણ માહિતી રોકાણકારો સાથે શેર કરવામાં આવશે.
આ પણ વાંચો :Bhavnagar: મહુવામાં ડુંગળીના 150થી વધુ ડીહાઇડ્રેશન પ્લાન્ટ બંધ થાય તેવી સ્થિતિ, જાણો શું છે કારણ
આ પણ વાંચો :ઉત્તરપૂર્વ ભારતનું ‘સ્વિટ્ઝર્લેન્ડ’ કહેવામાં આવતા નાગાલેન્ડની આ સ્થળોની મુલાકાત લો