MONEY9 : LICના IPOમાં કેટલું મળશે ડિસ્કાઉન્ટ ? કેટલી હશે શેરની ફેસ વેલ્યૂ ?

MONEY9 : LICના IPOમાં કેટલું મળશે ડિસ્કાઉન્ટ ? કેટલી હશે શેરની ફેસ વેલ્યૂ ?

Divyesh Nagar
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:20 PM

લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા બાદ આખરે LIC IPOની રાહ જોવાનો અંત આવ્યો છે. હવે પાક્કું લાગી રહ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે માર્ચના અંત સુધીમાં LICનો IPO આવી જશે.

લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા બાદ આખરે LIC IPOની રાહ જોવાનો અંત આવ્યો છે. હવે પાક્કું લાગી રહ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે માર્ચના અંત સુધીમાં LICનો IPO આવી જશે. LIC તેના માટે કેટલી સક્રિય છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે 13 ફેબ્રુઆરી રવિવારના દિવસે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે DRHP જમા કરાવ્યા.

શું કહેવાયેલું છે DRPHમાં ?
આ ડોક્યુમેન્ટ્સ મુજબ, સરકાર LICમાંથી પાંચ ટકા હિસ્સો વેચશે. તેના માટે ઑફર ફોર સેલ હેઠળ 31.6 કરોડ શેર રોકાણકારો માટે ફાળવવામાં આવશે. ઑફર ફોર સેલ એટલે કે OFS દ્વારા સરકાર પોતાનો હિસ્સો વેચશે અને નવા શેર ઈશ્યૂ નહીં કરે. પૂરેપૂરા પૈસા સરકારની તિજોરીમાં જ જશે. આ ઈશ્યૂ માટે શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા રહેશે.

DRHP પ્રમાણે, LICની એમ્બેડેડ વેલ્યૂ 5 લાખ 39 હજાર 686 કરોડ રૂપિયા છે. એમ્બેડેડ વેલ્યૂ દ્વારા કોઈ પણ જીવન વીમા કંપનીના વેલ્યુએશનનો અંદાજ લગાવી શકાય છે. અત્યારે ખાનગી વીમા કંપનીઓ તેમની એમ્બેડેડ વેલ્યૂના બેથી ચાર ગણા મૂલ્ય પર કારોબાર કરી રહી છે.
પ્રોસ્પેક્ટસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, પૉલિસીધારકો અને કર્મચારીઓને ડિસ્કાઉન્ટ કિંમતે શેર મળી શકે છે. ઑફરનો મહત્તમ પાંચ ટકા હિસ્સો કર્મચારીઓ માટે આરક્ષિત રહેશે અને આવી જ રીતે, પૉલિસીધારક માટે મહત્તમ 10 ટકા હિસ્સો આરક્ષિત રહેશે. રિટેલ એટલે કે નાના રોકાણકારો માટે ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો આરક્ષિત રહેશે.
LICને ભારતની સૌથી મોટી એસેટ મેનેજર પણ માનવામાં આવે છે. 30 સપ્ટેમ્બર, 2021 સુધીના આંકડા પ્રમાણે, તેની એસેટ અંડર મેનેજરમેન્ટમાં 39.6 લાખ કરોડ રૂપિયા હતા, જે ભારતની તમામ ખાનગી વીમા કંપનીઓની સરખામણીએ 3.3 ગણા વધારે છે.

કેટલો મોટો છે LICનો કારોબાર?
જીવન વીમા માર્કેટના કુલ પ્રીમિયમમાં LICનો હિસ્સો 64.2 ટકા છે જ્યારે ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં તેનો હિસ્સો 66.2 ટકા છે. નાણાકીય વર્ષ 2020-21માં LICની નેટ પ્રીમિયમ ઈનકમ 4 લાખ 2 હજાર 844 કરોડ રૂપિયા હતી. આ સમયગાળામાં તેની કુલ આવક 6 લાખ 82 હજાર 204.9 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 2,900 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચોઃ

Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા

આ પણ વાંચોઃ

MONEY9 : બધા માટે કેમ યોગ્ય નથી 1 કરોડનો ટર્મ પ્લાન?

Published on: Feb 18, 2022 03:23 PM
g clip-path="url(#clip0_868_265)">