AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money : Mutual Fund શું છે? તેમાં રોકાણ કેવી રીતે શરૂ કરવું? કેટલુ રિટર્ન મળી શકે ? જાણો તમામ માહિતી

દરેક લોકોને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણકારી હોતી નથી અને તેમનો તેમના રુપિયા ડૂબ જવાનો પણ ડર રહેતો હોય છે. દરેક વ્યકિત રોકાણનો નિર્ણય લેવામાં પણ સક્ષમ હોતો નથી. ત્યારે અમે તમને Mutual Funds વિશે કેટલીક એવી માહિતી આપીશું કે જેનાથી તમે ઓછુ ઓછુ રોકાણ કરીને પણ સારુ એવુ રિટર્ન મેળવી શકશો.

Sabka Sapna Money Money : Mutual Fund શું છે? તેમાં રોકાણ કેવી રીતે શરૂ કરવું? કેટલુ રિટર્ન મળી શકે ? જાણો તમામ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 3:15 PM
Share

Mutual Fund : અત્યારે રોકાણ (investment) માટે સારામાં સારા વિકલ્પ તરીકે Mutual Fundsને માનવામાં આવે છે. કારણકે તેમાં ખૂબ જ ઓછુ જોખમ (Risk) રહેલુ છે. જો કે દરેક લોકોને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણકારી હોતી નથી અને તેમનો તેમના રુપિયા ડૂબી જવાનો પણ ડર રહેતો હોય છે. દરેક વ્યકિત રોકાણનો નિર્ણય લેવામાં પણ સક્ષમ હોતો નથી. ત્યારે અમે તમને Mutual Funds વિશે કેટલીક એવી માહિતી આપીશું કે જેનાથી તમે ઓછુમાં ઓછુ રોકાણ કરીને પણ સારુ એવુ રિટર્ન મેળવી શકશો.

આ પણ વાંચો- Work From Home Fraud: વર્ક ફ્રોમ હોમના નામ પર લોકો સાથે છેતરપિંડી, વોટ્સએપ પર જો આવો મેસેજ આવે તો રહો સાવધાન ! જુઓ Video

Mutual Funds શું છે?

Mutual Fund એવા ફંડ છે કે જેને AMC એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની ઓપરેટ કરતી હોય છે. Mutual Fund દ્વારા નાણાંનું ઇક્વિટી, બોન્ડ્સ, સોનું વગેરેમાં રોકાણ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો Mutual ફંડ એ ઘણા લોકોના પૈસાથી બનેલું ફંડ છે. અહીં એક ફંડ મેનેજર હોય છે, જે અલગ-અલગ સ્થળોએ ધીમે ધીમે સુરક્ષિત રીતે ફંડનું રોકાણ કરે છે. Mutual Fundની મદદથી તમે માત્ર શેરબજારમાં જ નહીં પણ સોનામાં પણ રોકાણ કરી શકો છો.

એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) શું છે?

AMC રોકાણકારો દ્વારા જમા કરાયેલા ભંડોળને વિવિધ સ્થળોએ જેમ કે ઇક્વિટી, બોન્ડ્સ, સોનું વગેરેમાં રોકાણ કરે છે. બાદમાં રોકાણમાંથી મળનારા રિટર્નનું ફંડ યુનિટસ પ્રમાણે રોકાણકારોમાં વિતરણ કરે છે. એક સારો ફંડ મેનેજર ફંડનું યોગ્ય રીતે રોકાણ કરી શકે છે અને તેના પર મહત્તમ વળતર મેળવી શકે છે. જેના કારણે રોકાણકારને સારું વળતર મળે છે.

કેવી રીતે અને કેટલુ રોકાણ કરી શકાય ?

મ્યુચ્યુઅલ ફંડમાં તમે બે રીતે રોકાણ કરી શકો છો. એક તમે લમસમ નાણાંનું રોકાણ કરો. બીજી રીત SIPની છે. SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જેમાં નિયમિત માસિક રોકાણ કરવું પડે છે. SIP દ્વારા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. લાંબા ગાળા માટે SIPમાં રોકાણ કરવાથી કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ)નો લાભ મળે છે. જો ફંડની NAV સતત વધે છે, તો એકસામટી રોકાણ SIP કરતાં વધુ લાભ આપી શકે છે.

NAV શું છે?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે તમારે NAV (નેટ વેલ્યુ એસેટ) ને સમજવું જોઈએ. એનએવી વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું મૂલ્ય છે. તે એક સૂત્રના આધારે લેવામાં આવે છે. આજે ઘણા પ્લેટફોર્મ (એપ કે વેબસાઇટ) છે, જેના દ્વારા તમે એક જ જગ્યાએથી ઘણી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ખરીદી શકો છો. એટલું જ નહીં તમે તમારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ગ્રોથ, રિટર્નને સરળતાથી સરખાવી અને ટ્રેક કરી શકો છો. ઓનલાઈન રોકાણે મ્યુચ્યુઅલ ફંડને વધુ સરળ બનાવ્યું છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">