વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા

વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ લાગી શકે છે, NGTની સૂચના બાદ સરકારે જન પરામર્શ માંગ્યા

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે.

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Feb 06, 2021 | 6:23 PM

આગામી દિવસોમાં વોટર પ્યુરિફાયર્સ (RO) પર પ્રતિબંધ આવી શકે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) આ સંદર્ભે વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય તરફ આદેશો જારી કર્યા છે. NGTએ RO પર પ્રતિબંધ કેમ લગાવવો જોઈએ, તેનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયે પણ એનજીટીના આદેશનું પાલન કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મંત્રાલયે આ સંદર્ભે જન પરામર્શની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, પરંતુ કોવિડને કારણે તે વિલંબિત થઈ છે. જો સૂત્રોનું માનીએ તો પ્રતિબંધ લાગુ થયા પછી પણ કોઈ તેનો ઉપયોગ કરે છે તો આવા સંજોગોમાં મંત્રાલય કાર્યવાહી પણ કરી શકે છે.

ફ્રેન્ડ્સ થ્રુ ઈટ્સના જનરલ સેક્રેટરી વિરુદ્ધ જળ સંસાધન મંત્રાલયના કેસની સુનાવણી કરતી વખતે એનજીટીએ આદેશ જારી કર્યો હતો કે જ્યાં પ્રતિ લીટર 500 TDS કરતા ઓછું ક્ષારયુક્ત પાણી છે તેવા વિસ્તારોમાં RO પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરવામાં આવે તે જરૂરી છે. પરંતુ જ્યાં આ માત્રા વધુ છે ત્યાં ROનો ઉપયોગ કરી શકાય છે. આ આદેશ જૂન 2019માં આપવામાં આવ્યો હતો. આ પછી વન અને જલવાયુ મંત્રાલયે જાન્યુઆરી 2020માં તેની વેબસાઈટ પર આ બાબતે જાહેર પરામર્શ માંગ્યો છે. નિષ્ણાંતો કહે છે કે આ મામલો કોરોના અને લોકડાઉનની અસરોના કારણે વિલંબમાં આવી રહ્યો છે.

એનજીટી દ્વારા અપાયેલા આદેશ મુજબ દેશના 9 રાજ્યોમાં 8 હજારથી વધુ શહેરો છે, જ્યાં પાણીમાં ઓગળેલા નક્કર ટીડીએસનું પ્રમાણ લિટર દીઠ 500 મિલિગ્રામથી વધુ છે. જળ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર આવા રાજ્યો અને તેમના શહેરોની સૂચી બહાર પાડવામાં આવી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati