પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

પશ્ચિમ બંગાળમાં જે.પી.નડ્ડાએ પરિવર્તન યાત્રાનો શુભારંભ કરાવ્યો,કહ્યું મમતા હારશે અને કમળ ખીલશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને West Bengalમાં શનિવારે 'પરિવર્તન યાત્રા' ની શરૂઆત કરી હતી.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 06, 2021 | 5:59 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને West Bengal  ની જનતાને મમતા બેનર્જી સરકારને ઉથલાવીને કમળને ખિલવવા માટે શનિવારે ‘પરિવર્તન યાત્રા’ ની શરૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે અમે  West Bengal માં પરિવર્તન ઇચ્છીએ છીએ, અમે પરિવર્તન ઇચ્છીએ છી. તેમણે ક્હ્યું કે પરિવર્તન આવશે અને આ સરકાર બદલાશે.

આ પ્રસંગે ભાજપ સમર્થકોએ જય શ્રી રામનો ઉદઘોષ કર્યો હતો. આ રથ નદીયા મુર્શિદાબાદ થઈને 24 પરગણામાં સમાપ્ત થશે. આ પ્રસંગે સંબોધન કરતા ભાજપના મહાસચિવ અને કેન્દ્રીય પ્રભારી કૈલાસ વિજવર્ગીય, ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહા, મુકુલ રોય અને રાજીવ બેનર્જી સહિતના લોકોએ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો.

આ સરકારે બંગાળના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો

જે.પી.નડ્ડાએ કહ્યું કે આ પરિવર્તન યાત્રાની શરૂઆત છે. આ સરકારનું પરિવર્તન નથી વિચારનું પરિવર્તન છે. 10 વર્ષે પૂર્વે માં,બેટી, માનુષના નામ પર મમતા બેનર્જીએ સરકાર બનાવી હતી. 10 વર્ષ સુધી માતાને લુટાવી દીધી છે. માટી અને માનુષની રક્ષા કરવામાં આવી નથી. આ સરકારે બંગાળના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. અહિયાં તાનાશાહી હાવી થઈ છે. વહીવટીતંત્રનું રાજકીયકરણ થયું છે. ભરસ્તકહરને સંસ્થાગત બનાવી દેવામાં આવ્યો છે. પોલીસ પર આક્ષેપ મુકયો કે તેનો ઉપયોગ ગુનાહિત પ્રવુતિ માટે વધારવા માટે કરવામાં આવે છે. પરિવર્તન યાત્રાના માધ્યમથી બંગાળની જનતાને જગાડીશું બંગાળની જનતા જાગી ચૂકી છે.

ચૈતન્ય મહાપ્રભુને શ્રદ્ધાંજલિ અર્પી

જેપી નડ્ડા નબદ્વીપ (નાદિ યા જીલ્લા) માં ગૌરાંગ જન્મસ્થળ આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમણે ચૈતન્ય મહાપ્રભુને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન ભક્તોએ હરે રામ, હરે કૃષ્ણના સ્તોત્ર ગાયાં હતા. તેની બાદ “પરિવર્તન યાત્રા” નાડિયાના ચાતીર મઠ મેદાનથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા પાંચ બ્લોકમાં ફરશે અને રાજ્યના તમામ 294 વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થશે. આ રથયાત્રામાં પાર્ટીના ઘણા ટોચના નેતાઓ અલગ અલગ સમયે હિસ્સો લેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati