Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની હેલ્થકેર કંપનીનો શેર આજે લિસ્ટ થશે, જાણો કેવો મળ્યો IPO ને રિસ્પોન્સ અને બજાર માટે શું છે અનુમાન

સૂત્રો અનુસાર વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું લિસ્ટિંગ આજે 14 સપ્ટેમ્બરના થશે. કંપનીનો ઇશ્યૂ સંપૂર્ણ ઓફર ફોર સેલ હતો જેના કારણે રોકાણકારોને તે ખાસ પસંદ આવ્યું ન હતું. કંપનીના ઇશ્યૂને માત્ર 4.5 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.

Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની હેલ્થકેર કંપનીનો શેર આજે લિસ્ટ થશે, જાણો કેવો મળ્યો IPO ને રિસ્પોન્સ અને બજાર માટે શું છે અનુમાન
Vijaya Diagnostic IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:26 AM

Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની આ હેલ્થકેર કંપનીના શેરની ફાળવણી કરવામાં આવી છે અને તેનું લિસ્ટિંગ આજે થઇ રહ્યું છે. સૂત્રો અનુસાર વિજયા ડાયગ્નોસ્ટિકના શેરનું લિસ્ટિંગ આજે 14 સપ્ટેમ્બરના થશે. કંપનીનો ઇશ્યૂ સંપૂર્ણ ઓફર ફોર સેલ હતો જેના કારણે રોકાણકારોને તે ખાસ પસંદ આવ્યું ન હતું. કંપનીના ઇશ્યૂને માત્ર 4.5 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ વિજયા ડાયગ્નોસ્ટિકના અનલિસ્ટેડ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) સતત ઘટી રહ્યું છે. 10 સપ્ટેમ્બરના રોજ વિજયા ડાયગ્નોસ્ટિકના શેર ગ્રે માર્કેટમાં તેમના ઇશ્યૂ ભાવથી રૂ .15 ના ડિસ્કાઉન્ટ પર વેપાર કરી રહ્યા હતા. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ઊંચા મૂલ્યાંકન અને મોંઘા ઇશ્યૂ ભાવને કારણે લોકોમાં તેની માંગ ઓછી રહી છે. જોકે, બજારના નિષ્ણાતો માને છે કે કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમમાં શું ચાલી રહ્યું છે? વિજયા ડાયગ્નોસ્ટિકની ઇશ્યૂ કિંમત 531 રૂપિયા છે પરંતુ 10 સપ્ટેમ્બરે તેની જીએમપી ઇશ્યૂ પ્રાઇસ કરતાં 15 રૂપિયા નીચે હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એક મીડિયા રિપોર્ટ અનુસાર UnlistedArena.com ના સ્થાપક અભય દોશીએ જણાવ્યું હતું કે વિજયા ડાયગ્નોસ્ટિકના ફંડામેન્ટલ્સ મજબૂત છે પરંતુ ઇશ્યૂ પ્રાઇસ મોંઘી હતી. આ સાથે કંપનીનો વ્યવસાય હાલમાં માત્ર દક્ષિણ ભારત સુધી મર્યાદિત છે તેથી, રોકાણકારોનો પ્રતિભાવ નબળો રહ્યો છે.

જાણો વિજયા ડાયગ્નોસ્ટિક કંપની વિશે વિજયા ડાયગ્નોસ્ટિક એક હેલ્થકેર ચેઇન છે. વિજયા ડાયગ્નોસ્ટિક તેના વિશાળ નેટવર્ક દ્વારા પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણ સેવાઓ પૂરી પાડે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં તેના 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 પ્રયોગશાળાઓ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા થયો હતો જ્યારે કંપનીની આવક લગભગ 389 કરોડ રૂપિયા હતી.

ઘણા IPO હજુ કતારમાં જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસીઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે વર્ષ 2020 અને 2021 દરમિયાન આઇપીઓના ઉત્સાહી પ્રદર્શનને કારણે નવા IPO કતારમાં છે . તાજેતરના IPOએ નબળું પ્રદર્શન કર્યું છે. ઓગસ્ટ મહિનામાં મધ્યમ અને નાની મૂડીની ઊંચી અસ્થિરતાએ અન્ય IPO ની કામગીરીને પણ અસર કરી છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : Ami Organics IPO: આજે ગુજરાતની આ કંપનીનો શેર લિસ્ટ થશે , જાણો શેર અંગે નિષ્ણાંતોના શું છે અભિપ્રાય

g clip-path="url(#clip0_868_265)">