Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:15 AM

દેશમાં આજે 14 સપ્ટેમ્બર, 2021 ના રોજ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) સ્થિર છે. આજે સતત નવમા દિવસે ઇંધણની કિંમતોમાં ફેરફાર કરાયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાંછેલ્લે 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો. પ્રમુખ નધન ઇંધણના ભાવ 5 સપ્ટેમ્બરે બદલાયા હતા. ખાસ કરીને ઇંધણના ભાવમાં લાંબા સમયથી ઉછાળો જોવા મળ્યો નથી. સપ્ટેમ્બર મહિનામાં ઈંધણના ભાવમાં 30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

ભાવમાં વધારો થયો હોવા છતાં ઓગસ્ટ મહિનામાં બળતણની માંગમાં વધારો જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે ઊંચા ભાવોથી દેશમાં પેટ્રોલના વેચાણ પર કોઈ અસર થઈ નથી. જોકે પેટ્રોલની સરખામણીમાં ડીઝલની માંગ થોડી નબળી રહી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ક્રૂડની કિંમત સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર સોમવારે બીજા સત્ર માટે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 33 સેન્ટ (0.5 ટકા) વધીને 73.25 ડોલર પ્રતિ બેરલ અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ પણ 32 સેન્ટ (0.5 ટકા) વધીને 70.04 ડોલર થયું છે એમ અહેવાલમાં જણાવાયું છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઇંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરના છેલ્લા 15 દિવસની સરેરાશના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.72 91.84

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

કઈ રીતે નક્કી થાય છે કિંમત? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

એક SMS થી જાણી શકાય છે પેટ્રોલ-ડીઝલની શું છે કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

આ પણ વાંચો :  Ami Organics IPO: આજે ગુજરાતની આ કંપનીનો શેર લિસ્ટ થશે , જાણો શેર અંગે નિષ્ણાંતોના શું છે અભિપ્રાય

આ પણ વાંચો : ભારતીય મહિલાઓ વિક્રમ સર્જશે : દેશના આ ઓટો પ્લાન્ટમાં ઉત્પાદનથી લઇ સંચાલન સુધીના કામ મહિલાઓ કરશે , 10હજાર મહિલાઓ ચલાવશે પ્લાન્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">