GANDHINAGAR : Vibrant Gujarat Summit “ગ્રીન થીમ” પર યોજાશે, ઇલેક્ટ્રિક વ્હીકલને જ અપાશે પ્રાધાન્ય

આ વખતની વાઈબ્રન્ટમાં ગ્રીન થીમ(Green theme)નો અમલ કરવામાં આવ્યો છે. આ કારણથી જે આમંત્રિત મહેમાન અથવા VVIPની કાર ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) હશે એને જ છેક મહાત્મા મંદિર સુધી જવાની મંજૂરી આપવામાં આવશે,

GANDHINAGAR : Vibrant Gujarat Summit ગ્રીન થીમ પર યોજાશે, ઇલેક્ટ્રિક વ્હીકલને જ અપાશે પ્રાધાન્ય
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 2:30 PM

આ વખતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ (Vibrant Gujarat Global Investment Summit)યોજાઇ રહી છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાશે.  આ વખતે આ સમિટમાં વિશ્વની સૌથી મોટી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખી ગ્રીન થીમ પર યોજાશે. આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ ગ્રીન સમિટ બની રહેશે.

મોદીના સૂચનને પગલે આ વખતની સમિટની ગ્રીન થીમ (Green theme)

છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારીને કારણે વિશ્વનું અર્થતંત્ર થંભી ગયું હતું. હવે સ્થિતિ પૂર્વવત બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતનો પણ ફાસ્ટ ટ્રેક મોડ પર વિકાસ કરવા સરકાર પ્રયત્નશીલ બની છે. વિશ્વભરના રોકાણકારોને આકર્ષવા માટે 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જે ગયા વર્ષે યોજાઈ શકી નહોતી, એ હવે આગામી જાન્યુઆરીમાં યોજાવાની છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદઘાટન કરવાના છે અને તેમની જ સૂચનાથી આ વખતની સમિટને ગ્રીન થીમ (Green theme) પર યોજવામાં આવી રહી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) હશે તે જ મહેમાનની કાર મહાત્મા મંદિર જઈ શકશે

આ વખતની વાઈબ્રન્ટમાં ગ્રીન થીમ(Green theme)નો અમલ કરવામાં આવ્યો છે. આ કારણથી જે આમંત્રિત મહેમાન અથવા VVIPની કાર ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) હશે એને જ છેક મહાત્મા મંદિર સુધી જવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે બાકીનાં તમામનાં કાર-વ્હીકલ પાર્કિંગ મહાત્મા મંદિરથી આશરે 2 કિ.મી. દૂર રહેશે. મહાત્મા મંદિરથી હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ સુધીના રૂટને પણ ગ્રીન ઝોન બનાવી દેવાશે. અહીં પણ ફક્ત EVની જ અવર-જવર થશે.

વેલકમ ટુ ગુજરાત, વેલકમ ટુ ગ્રોથ’ સૂત્ર સાથે નિમંત્રણ

વડાપ્રધાનના ઈન્વિટેશન કાર્ડમાં ઉલ્લેખ કરાયો છે કે વૈશ્વિક કક્ષાએ સામાજિક–આર્થિક વિકાસમાં ભારતનું વિશિષ્ટ્ર પ્રદાન અને સમૃદ્ધ વારસો રહ્યો છે. ગુજરાત આર્થિક વિકાસ સાથે રાષ્ટ્ર્ર નિર્માણમાં દેશનું મોખરાનું પ્રગતિ કરતું રાજ્ય છે. વાઇબ્રન્ટ સમિટ સાથે વણાઇ ગયેલી ભાવના ગુજરાતની ખુશ્બૂ અને ભારતની આર્થિક સફળતાને પ્રસ્તુત કરે છે. ગુજરાતમાં રોકાણની અનેક તકો શોધવા વિશ્વને 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ સાથે ભાગીદાર બનવા આમંત્રણ પાઠવું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આત્મનિર્ભર ભારતના નિર્માણનો પાયો નાખવા માટે સમિટમાં જોડાવા રોકાણકારોને ‘વેલકમ ટુ ગુજરાત–વેલકમ ટુ ગ્રોથ’ના સૂત્ર સાથે આમંત્રણ પાઠવ્યું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">