UPIએ બનાવ્યો નવો રેકોર્ડ, મે મહીનામાં ટ્રાન્ઝેક્શન 10 લાખ કરોડ રૂપિયાને પાર

|

Jun 02, 2022 | 5:04 PM

દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શને (UPI transactions) અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મે મહિનામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 10 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયા છે.

UPIએ બનાવ્યો નવો રેકોર્ડ, મે મહીનામાં ટ્રાન્ઝેક્શન 10 લાખ કરોડ રૂપિયાને પાર
UPI Transaction

Follow us on

દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મે મહિનામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન (UPI Transaction) રૂ. 10 લાખ કરોડને પાર કરી ગયા છે. આ વર્ષે મે મહિનામાં યુપીઆઈ પ્લેટફોર્મ પર કુલ 595 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેની રકમ 10.41 લાખ કરોડ રૂપિયા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, અગાઉ એપ્રિલ 2022માં 558 કરોડ ચૂકવણી કરવામાં આવી હતી, જેની રકમ 9.83 લાખ કરોડ રૂપિયા હતી. આ મહિને ટ્રાન્ઝેક્શનનો (Digital Transaction) આંકડો 600 કરોડને પાર થવાની ધારણા છે.

ડિસેમ્બર 2018માં UPI ટ્રાન્ઝેક્શન્સે 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. ચૂકવણીના વોલ્યુમ અને મૂલ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. NPCIએ આગામી ત્રણથી પાંચ વર્ષમાં દરરોજ 100 કરોડ ટ્રાન્ઝેક્શનનો લક્ષ્યાંક રાખ્યો છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે

અર્થવ્યવસ્થા ખુલવાની સાથે અન્ય ડિજિટલ પેમેન્ટ્સમાં પણ મે મહિનામાં સતત વૃદ્ધિ જોવા મળી છે. તાત્કાલિક ચુકવણી સેવાએ મે મહિનામાં 48.48 કરોડ ટ્રન્ઝેક્શનની સંખ્યા હાંસલ કરી છે. જો છેલ્લા બે વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો, કોરોના મહામારીએ ડિજિટલ પેમેન્ટને વેગ આપ્યો છે અને લોકો UPI પેમેન્ટ એપ પર વધુ વિશ્વાસ કરી રહ્યા છે. Paytm, Google Pay, Phone જેવી UPI એપમાં લોકોની રુચિ વધી છે અને લોકોનો રોકડ તરફનો ઝોક ઓછો થયો છે. નાણાકીય વર્ષ 2022 માં, UPI દ્વારા 46 અબજ વ્યવહારો પ્રક્રિયા કરવામાં આવ્યા હતા, જે 84.17 ટ્રિલિયન અથવા 84.17 લાખ કરોડ રૂપિયા છે. આ સાથે UPIએ 1 લાખ કરોડનો આંકડો પાર કર્યો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે UPI પેમેન્ટ સૌથી ઝડપી અને સુરક્ષિત માનવામાં આવે છે. તમે કોઈપણ UPI પેમેન્ટ એપમાંથી ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે તમારા ફોનમાં Google Pay, PhonePe, Amazon Pay અથવા Paytm જેવી એપ છે, તો તમે સરળતાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ માટે તમારે UPI પિન બનાવવાની જરૂર પડશે. પહેલા UPI બેંક ખાતા સાથે જ લિંક કરવામાં આવતું હતું, પરંતુ હવે આ સુવિધા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ મેળવી શકાય છે. તમે UPI એપને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરીને સરળતાથી પેમેન્ટ કરી શકો છો.

Next Article