AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં પણ UPI ની બોલબાલા, આ દેશે ડિજીટલ ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈને અપનાવ્યુ

પાડોશી દેશ નેપાળે પણ પોતાના દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI અપનાવ્યું છે. ભારતની બહાર નેપાળ પહેલો દેશ છે જેણે UPI પ્લેટફોર્મને પેમેન્ટ ગેટવે તરીકે સ્વીકાર્યું છે.

વિદેશમાં પણ UPI ની બોલબાલા, આ દેશે ડિજીટલ ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈને અપનાવ્યુ
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:30 PM
Share

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગુરુવારે જણાવ્યું હતું કે નેપાળ ભારતની UPI સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ બની ગયો છે, જેનાથી પાડોશી દેશની ડિજિટલ  અર્થવ્યવસ્થાને (Digital Economy)  વેગ આપવા માટે ઉલ્લેખનીય મદદ મળશે. એનપીસીઆઈની આંતરરાષ્ટ્રીય શાખા એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) એ નેપાળમાં સેવાઓ પ્રદાન કરવા માટે ગેટવે પેમેન્ટ્સ સર્વિસ (GPS) અને મનમ ઇન્ફોટેક સાથે હાથ મિલાવ્યા છે. જીપીએસ નેપાળમાં અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે. મનમ ઇન્ફોટેક નેપાળમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લાગુ કરશે. એનપીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ જોડાણ નેપાળમાં લોકોની સુવિધામાં વધારો કરશે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે.

નિવેદન અનુસાર, નેપાળ ભારતની બહાર પહેલો દેશ હશે જેણે UPIને કેશ ટ્રાન્ઝેક્શનના ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપતા પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે અપનાવ્યું છે. GPSના CEO રાજેશ પ્રસાદ માનંધરે જણાવ્યું હતું કે UPI સેવાએ ભારતમાં ડિજિટલ પેમેન્ટ પર ભારે સકારાત્મક અસર કરી છે. તેમણે કહ્યું કે, “અમને આશા છે કે UPI નેપાળમાં ડિજિટલ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને ઓછી રોકડવાળા સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

2021માં UPI દ્વારા 940 બિલિયન ડોલરના ટ્રાન્ઝેક્શન્સ

NIPL CEO રિતેશ શુક્લાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે આ પહેલ NIPLની તકનીકી ક્ષમતાઓ અને વૈશ્વિક સ્તરે તેની અજોડ ઓફરોને વધારવામાં મદદ કરશે.” UPI એ 2021 માં 940 બિલિયન ડોલરનાના મૂલ્યના 3,900 કરોડ નાણાકીય વ્યવહારો સક્ષમ કર્યા, જે ભારતના GDPના લગભગ 31 ટકા જેટલા છે.

UPI શું છે?

UPI એ બેંકિંગ સિસ્ટમ છે. તેની મદદથી પેમેન્ટ એપ પર પૈસાની લેવડદેવડ કરી શકાય છે. UPI ની મદદથી તમે ગમે ત્યાંથી, કોઈપણના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. UPI ની મદદથી પેમેન્ટ સિવાય બીજી ઘણી વસ્તુઓ કરવામાં આવે છે. હાલમાં, તમે BHIM, Phone Pay, Google Pay, Mobikwik, Paytm જેવી ઘણી એપ્સની મદદથી UPI નો ઉપયોગ કરી શકો છો. યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અથવા યુપીઆઈનો ઉપયોગ મોબાઈલમાંથી કોઈપણ અન્ય બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે. આ એક એવો ખ્યાલ છે જે એક જ મોબાઇલ એપ્લિકેશન દ્વારા બહુવિધ બેંક ખાતાઓને નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેનું નિયંત્રણ રિઝર્વ બેંક અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના હાથમાં છે.

ઇન્ટરનેટ વિના ઉપયોગ થઈ શકે તેવા UPI લાઇટની તૈયારી ચાલુ

NPCI હાલમાં UPI લાઇટ પર કામ કરી રહી છે. UPI લાઇટની મદદથી ઇન્ટરનેટ કનેક્શન વિના પણ પેમેન્ટ કરી શકાય છે. આનાથી દેશના તે ગ્રામીણ વિસ્તારોમાં કરોડો લોકોને ફાયદો થશે, જ્યાં ઇન્ટરનેટ યોગ્ય રીતે ચાલી શકતું નથી. UPI લાઇટ દ્વારા, કોઈપણ વ્યક્તિ ફીચર ફોનથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે. નિષ્ણાતોના મતે, UPI લાઇટનો ઉપયોગ સૌપ્રથમ ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 200થી ઓછી ચૂકવણી માટે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ પહેલા જ 5 જાન્યુઆરીએ ઈન્ટરનેટ કનેક્શન વિના 200 રૂપિયા સુધીના ડિજિટલ પેમેન્ટની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : MONEY9 : LICના IPOમાં કેટલું મળશે ડિસ્કાઉન્ટ ? કેટલી હશે શેરની ફેસ વેલ્યૂ ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">