Upcoming IPO : 13 સપ્ટેમ્બરે RR Kabel IPO ખુલશે, વાંચો યોજનાની સંપૂર્ણ માહિતી
RR Kabel IPO : ઇલેક્ટ્રિક વાયરનું ઉત્પાદન કરતી કંપની RR Kabelની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 13 સપ્ટેમ્બરે ખુલશે. કંપનીએ આ માટે 983-1,035 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. TPG કેપિટલ સમર્થિત RR Kabel IPO 15 સપ્ટેમ્બરે બંધ થશે.
RR Kabel IPO : ઇલેક્ટ્રિક વાયરનું ઉત્પાદન કરતી કંપની RR Kabelની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 13 સપ્ટેમ્બરે ખુલશે. કંપનીએ આ માટે 983-1,035 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. TPG કેપિટલ સમર્થિત RR Kabel IPO 15 સપ્ટેમ્બરે બંધ થશે. રૂપિયા 180 કરોડના નવા શેર ઓફર કરવા ઉપરાંત IPOમાં ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે.
OFS માં પ્રમોટરો અને અન્ય શેરધારકો દ્વારા 1.72 કરોડથી વધુ ઇક્વિટી શેર વેચવામાં આવશે. OFSમાં જેમણે શેર વેચ્યા તેમાં મહેન્દ્રકુમાર રામેશ્વરલાલ કાબરા, હેમંત મહેન્દ્રકુમાર કાબરા, સુમીત મહેન્દ્રકુમાર કાબરા, કાબેલ બિલ્ડકોન સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ અને રામ રત્ન વાયર્સ લિમિટેડનો સમાવેશ થાય છે. ખાનગી ઇક્વિટી ફર્મ TPG કેપિટલ, જે RR કાબેલમાં 21% હિસ્સો ધરાવે છે, તે OFS હેઠળ કંપનીમાં તેનો હિસ્સો આંશિક રીતે વેચશે.
RR Kabel IPO ની અગત્યની માહિતી
IPO | Detail |
IPO Date | September 13 to September 15, 2023 |
Face Value | ₹5 per share |
Price | ₹983 to ₹1035 per share |
Lot Size | 14 Shares |
Total Issue Size | 18,975,938 shares (aggregating up to ₹1,964.01 Cr) |
Fresh Issue | 1,739,130 shares (aggregating up to ₹180.00 Cr) |
Offer for Sale | 17,236,808 shares of ₹5 (aggregating up to ₹1,784.01 Cr) |
Employee Discount | Rs 98 per share |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
Share holding pre issue | 95,696,296 |
Share holding post issue | 97,435,426 |
કર્મચારીઓને પ્રતિ શેર 98 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે
કંપનીએ તેના પાત્ર કર્મચારીઓ માટે રૂ. 10.8 કરોડના શેર પણ અનામત રાખ્યા છે. કર્મચારીઓને અંતિમ ઓફર કિંમત તરીકે શેર દીઠ રૂ. 98ના ડિસ્કાઉન્ટ દરે શેર મળશે. અપર પ્રાઇસ બેન્ડ પર શેરની ખરીદી પર કંપનીને IPOમાંથી રૂ. 1,964 કરોડ મળવાની ધારણા છે.
આ પણ વાંચો : IPO Update : આજે 6 IPO માં રોકાણ કરવાની તક, કમાણીની યોજનાઓ વિશે વાંચો વિગતવાર માહિતી
એકત્રિત ભંડોળનો ઉપયોગ ક્યાં થશે ?
કંપનીએ નવા ઈશ્યુની ચોખ્ખી આવકમાંથી રૂ. 136 કરોડનો ઉપયોગ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોનને સંપૂર્ણ અથવા આંશિક રીતે ઘટાડવા માટે કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
IPO નું કદ શું છે ?
રોકાણકારો લઘુત્તમ 14 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 14 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. RR ગ્લોબલ ગ્રૂપનો ભાગ, RR કાબેલે 2021-22માં રૂ. 214 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 4,386 કરોડની આવક મેળવી હતી.