Upcoming IPO : આગામી સપ્તાહે 3 કંપનીઓ લાવી રહી છે રોકાણની તક, સતત ત્રણ દિવસ IPO ખુલી રહ્યા છે

એક મહિનાની સુસ્તી બાદ નવેમ્બરમાં ઘણી મોટી કંપનીઓના IPO આવી રહ્યા છે. ત્રણ કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે. તેઓ રૂ 21,000 કરોડથી વધુ એકત્ર કરે તેવી અપેક્ષા છે.

Upcoming IPO : આગામી સપ્તાહે 3 કંપનીઓ લાવી રહી છે રોકાણની તક, સતત ત્રણ દિવસ IPO ખુલી રહ્યા છે
Upcoming IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 7:56 AM

શેરબજારમાં સારી તેજી અને IPO માર્કેટ સતત રોકાણકારોને માલામાલ બનાવી રહ્યું છે. અત્યાર સુધીમાં ડઝનબંધ કંપનીઓના આઈપીઓ માર્કેટમાં આવી ચુકી છે. એક મહિનાની સુસ્તી બાદ નવેમ્બરમાં ઘણી મોટી કંપનીઓના IPO આવી રહ્યા છે. ત્રણ કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે. તેઓ રૂ 21,000 કરોડથી વધુ એકત્ર કરે તેવી અપેક્ષા છે.

આવતા અઠવાડિયે Paytm ની પેરેન્ટ કંપની One97 Communications , KFC અને પિઝા હટ રેસ્ટોરન્ટનું સંચાલન કરતી કંપની Sapphire Foods India Ltd અને Latent View Analytics નો IPO છે. Paytm, Sapphire Foods અને Latent View Analytics ના IPO 8 , 9 અને 10 નવેમ્બરે ખુલશે. દિવાળીના અઠવાડિયામાં પણ વિવિધ ક્ષેત્રોની પાંચ કંપનીઓના IPO સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. તેમાં (NYKAA)FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ , PB Fintech, PolicyBazaarની પેરેન્ટ કંપની Fino Payments, SJS Enterprises અને Sigachi Industries નો સમાવેશ થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Paytm IPO Paytm IPO આવતા મહિને એટલે કે 8 નવેમ્બરે રોકાણ માટે ખુલશે. ભારતના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.અગાઉ સરકારી માલિકીની કંપની કોલ ઈન્ડિયા રૂ 15,000 કરોડનો IPO લઈને આવી હતી. Paytm ની સ્થાપના વર્ષ 2000 માં વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ 2010 માં મોબાઇલ રિચાર્જિંગ સેવા શરૂ કરી હતી. ત્યારથી કંપનીએ તેની સેવાનો વ્યાપ સતત વિસ્તાર્યો છે અને હાલમાં હોટેલ બુકિંગ અને મુસારી ટિકિટ સહિત ઘણું બધું Paytm એપ્લિકેશનની મદદથી કરવામાં આવે છે.

Paytmનો રૂ. 18,300 કરોડનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યાર સુધી આ રેકોર્ડ કોલ ઈન્ડિયા લિમિટેડ પાસે હતો, જે 2010માં રૂ 15,000 કરોડના આઈપીઓ સાથે બજારમાં આવી હતી.

Sapphire Foods IPO 2073 કરોડનો ઈશ્યુ છે. KFC અને પિઝા હટનું સંચાલન કરતી સેફાયર ફૂડ્સનો IPO 9 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે જ્યારે તે 11 નવેમ્બરે બંધ થશે. ઇશ્યૂનું કદ રૂ 2073 કરોડ હશે. આમાં ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે નહીં. માત્ર વેચાણ માટે ઓફર (OFS) હશે. આ સ્ટોક 22 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

સેફાયર ફૂડ્સે IPO પ્રાઇસ બેન્ડ રૂ. 1120-1180 નક્કી કરી છે. સેફાયર ફૂડ્સના IPOમાં 12 શેરનો એક લોટ હશે. અપર પ્રાઇસ બેન્ડના સંદર્ભમાં ઇશ્યૂમાં ઓછામાં ઓછા રૂ 14,160નું રોકાણ કરવું જરૂરી રહેશે. ઇશ્યૂના 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIBs), 15 ટકા બિન-સંસ્થાકીય ખરીદદારો માટે અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે.

Latent View Analytics IPO ડેટા એનાલિટિક્સ સર્વિસ ફર્મ લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ (Latent View Analytics) પણ IPO લાવવા જઈ રહી છે. કંપનીએ તેના રૂ 600 કરોડના IPO માટે શેર દીઠ રૂ 190 થી 197ની કિંમતની રેન્જ નક્કી કરી છે. કંપનીનો IPO 10 નવેમ્બરે ખુલી રહ્યો છે.

કંપનીએ બુધવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસનો IPO 12 નવેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો 9 નવેમ્બરે શેર માટે બિડ કરી શકશે. IPO હેઠળ રૂ 474 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર અને હાલના શેરધારકો રૂ 126 કરોડની ઓફર ફોર સેલ (OFS) લાવશે.

પ્રમોટર એ વિશ્વનાથન વેંકટરામન રૂ. 60.14 કરોડના શેર વેચશે OFS હેઠળ પ્રમોટર એ વિશ્વનાથન વેંકટરામન રૂ. 60.14 કરોડના શેરનું વેચાણ કરશે. બીજી તરફ શેરધારકો રમેશ હરિહરન રૂ. 35 કરોડ અને ગોપીનાથ કોટેશ્વરન રૂ. 23.52 કરોડના શેર વેચશે. હાલમાં વેંકટરામન પાસે 69.63 ટકા, કોટેશ્વરન 7.74 ટકા અને હરિહરન 9.67 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો :  Forex : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઉછાળો, કુલ સંપત્તિ 642 અબજ ડોલરને પાર પહોંચી

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, આખરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક! જાણો તમારા શહેરના ભાવ

Latest News Updates

PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
g clip-path="url(#clip0_868_265)">